ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમદાવાદ એરપોર્ટ પરથી 1.93 કરોડનું સોનું, 52400 સિગારેટ સ્ટિકસ જપ્ત

03:59 PM Aug 26, 2025 IST | Bhumika
Advertisement

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPI) પર કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા 24 ઓગસ્ટ, 2025ના રોજ બે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દુબઈથી આવતી ઈન્ડિગો ફ્લાઇટમાં આવેલી સોનાની પેસ્ટના બે પાઉચ એરપોર્ટના ટોયલેટમાંથી મળી આવ્યા, જેમાંથી શુદ્ધિકરણ બાદ રૂૂ. 1.93 કરોડનું સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું. તે જ દિવસે બીજી કાર્યવાહી દરમિયાન કમ્બોડિયા મારફતે આવેલા બે મુસાફરો પાસેથી 52,400 સિગારેટ સ્ટિક્સ ઝડપી લેવામાં આવ્યા હતા.

Advertisement

દુબઈથી અમદાવાદ આવેલ ઈન્ડિગો ફ્લાઇટ નંબર 6E-1478ની તપાસ દરમિયાન એરપોર્ટના ટોયલેટમાંથી બે શંકાસ્પદ પાઉચ મળી આવ્યા હતા, જેમાં સોનાની પેસ્ટ હોવાની શંકા હતી. કસ્ટમ્સ અધિકારીઓએ પાઉચમાંથી સોનાની પેસ્ટને એક્સટ્રેશન પ્રોસેસ દ્વારા શુદ્ધ કરી, જેમાંથી કુલ 1867.310 ગ્રામ વજનના 999 શુદ્ધતા ધરાવતા બે સોનાના બાર પ્રાપ્ત થયા હતા. આ સોનાની બજાર કિમત રૂૂ. 1,93,26,659/- છે. આ સોનુ કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે.

તે જ દિવસે વધુ એક કાર્યવાહી દરમિયાન કુલ 52,400 સિગારેટ સ્ટિક્સ બે મુસાફરો પાસેથી જપ્ત કરવામાં આવી હતી. આ મુસાફરો કમ્બોડિયાથી મલેશિયા મારફતે ફ્લાઇટ નંબર MH-202 દ્વારા અમદાવાદ પહોંચ્યા હતા. કસ્ટમ્સ વિભાગે બંને ઘટનાઓ અંગે તપાસ શરૂૂ કરી છે અને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગની કડી શોધવા વધુ વિગતો એકત્રિત કરી રહી છે.

Tags :
Ahmedabad AIRPORTcrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement