For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં કથા સાંભળવા આવેલી 6 મહિલાના સોનાના ચેઇનની ચોરી

04:27 PM Oct 31, 2025 IST | admin
જામનગરમાં કથા સાંભળવા આવેલી 6 મહિલાના સોનાના ચેઇનની ચોરી

જામનગરના શરૂૂ સેક્શન રોડ પર આવેલા પટેલ વાડી વિસ્તારમાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કથામાં ચોરીની ઘટના સામે આવી છે. મહાપ્રસાદ વિતરણ દરમિયાન ભારે ભીડનો લાભ લઈને અજાણ્યા તસ્કરોએ 6 મહિલાઓના ગળામાંથી 4.45 લાખ રૂૂપિયાની 6 સોનાની ચેઈનની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

Advertisement

મળતી માહિતી અનુસાર, શ્રીમદ ભાગવત કથાના સ્થળે મહાપ્રસાદના આયોજન દરમિયાન બન્યો હતો. કથામાં આવેલા મોટી સંખ્યામાં નગરજનો પ્રસાદી લઈ રહ્યા હતા. આ દરમિયાન ભારે ભીડ હોવાથી તસ્કર ગેંગ સક્રિય થઈ હતી અને છ મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈન સેરવીને ફરાર થઈ ગયા હતા. એકસાથે આટલી 6 મહિલાઓના ગળામાંથી સોનાના ચેઈન સેરવી લેવાયાની ઘટનાને લઈને કથા સ્થળે ભારે દોડધામ મચી ગઈ હતી અને ભક્તોમાં ડર ફેલાયો હતો. આ ઘટના અંગે ભોગ બનેલી મહિલાઓએ સિટી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. મહિલાઓની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે. હાલ પોલીસે કથા સ્થળે લગાવાયેલા જુદા જુદા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે, જેથી તસ્કર ગેંગની ઓળખ થઈ શકે અને તેમને ઝડપી શકાય.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement