For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આટકોટ નજીક મહિલાના ગળામાંથી 60 હજારના સોનાના ચેઈનની ચીલઝડપ

01:11 PM May 29, 2025 IST | Bhumika
આટકોટ નજીક મહિલાના ગળામાંથી 60 હજારના સોનાના ચેઈનની ચીલઝડપ

નંબર પ્લેટ વગરના બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સોની શોધખોળ

Advertisement

આટકોટ-ગોંડલ ચોકડી પાસે બાઈક સવાર મહિલાના ગળામાંથી ઝોંટ મારી સોનાના ચેઇનની ચિલઝડપ કરી સમડી ફરાર થઈ જતાં આટકોટ પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો હતો.બનાવ અંગે આટકોટમાં પાંચવડા રોડ પર કૈલાસનગરમાં રહેતાં ચેતનભાઇ પંડિતરાય પંચોલી (ઉ.વ.55) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વેપાર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

ગઈકાલે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તેઓ તેના પત્ની બીનાબેન સાથે ઘરેથી વિરનગર મંડળીમા સહી કરવા માટે જવાનુ હોય જેથી બાઈક લઈ દંપતી વિરનગર ગયેલ અને ત્યા વિરનગર જુથ સેવા સહકારી મંડળી પર જઈ તેઓની પત્નીની સહી કરી બન્ને ત્યાથી નિકળી ઘરે જતા હતા તે વખતે પોણા ચારેક વાગ્યાના અરસામા આટકોટ ગોંડલ ચોકડી પાસે આવેલ વીરાજ હોટલની પહેલા પહોંચતા ત્યા બે અજાણ્યા બાઈક ચાલક જે નંબર પ્લેટ વગરનુ બાઈક હોય તે બાઈક ચાલકે તેની પાછળ બેઠેલ અજાણ્યા માણસે જેમને માથા ઉપર હેલ્મેટ પહેરેલ હતું.

Advertisement

અજાણ્યાં શખ્સો બાઇકમાં તેમની પાછળ આવેલ અને તે બાઇકમાં પાછળ બેઠેલ અજાણ્યા શખ્સે ફરિયાદીની પત્ની બીનાબેનના ગળામાં પહેરેલ રૂૂ.60 હજારનો સોનાનો ચેઇન ગળામાંથી આંચકી ઝુટવી લઇ નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી આટકોટ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement