9 મહિનામાં ગોદરેજ કંપનીના 8.5 કરોડના કેમિકલની ચોરી
વાલિયા તાલુકાના કનેરાવ ગામે આવેલી ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ પ્લોટ નંબર-3માં સુબીશ સુરેન્દ્રન નાયર યુનિટ હેડ આસીસ્ટન્ટ વાઇઝ પ્રેસિડન્ટ તરીકે છેલ્લાં નવેક મહિનાથી ફરજ બજાવે છે. તેમની કંપનીમાં વિવિધ પ્રકારના કેમિકલનું ઉત્પાદન કરવામાં આવે છે.
આ માટે કાચા માલની આયાત કિંમત 200થી 3000 ડોલર પ્રતિ મેન્ટ્રીક ટન સુધીનો હોય છે. દરમિયાનમાં તેમના સ્ટોકની ગણતરીમાં કંપનીને આઇઓએસ ટેન્કર અને ક્ધટેનરમાં સપ્લાય કરેલાં કાચા માલમાં 3 ટકા જેટલી ઘટ હોવાની જણાઇ હતી. એટલકે કે તેમને કુલ 8.22 કરોડનો માલમ ઓછો મળ્યો હતો. જેના પગલે તેમણે તપાસ શરૂૂ કરી હતી.
તેમની કંપનીએ 6 ટ્રાન્સપોર્ટરો જેમ કે, લિંક લોજિસ્ટિક્સ, ટ્રાન્સલિક, સોનુ કાર્ગો, ઓમ ટ્રાન્સપોર્ટ, તાજ ટ્રાન્સપોર્ટ તેમજ મિસ્ત્ર્રી ટ્રાન્સ્પોર્ટને મુંબઇના નવા સેવા પોર્ટ પરથી વાલિયા અને મહારાષ્ટ્રના અંબરનાથી કંપની સુધી કાચો માલ પરિવહન કરવા માટે નિયુક્ત કરવામાં આવી છે. કંપનીએ તેમની ઝીણવટભરી તપાસ કરતાં લિંક લોજિસ્ટિક્સ, ટ્રાન્સલિક, સોનુ કાર્ગો, તેમજ તાજ ટ્રાન્સપોર્ટના સપ્લાયમાં જ ક્ષતિ હતી. તેમની પુછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ વાહનોના માલિક નથી તેઓ માયા લોજિસ્ટિક્સ, ભાસ્કર રોડ લાઇન્સ, રસી ક્ધટેનર તેમજ પાંડે રોડલાઇન્સને સબ ટ્રાન્સ્પોર્ટરો રાખી તેમની પાસેથી વાહનો લે છે. જેને પગલે આ તમામે મેળાપી પણામાં આઇઓએસ ટેન્કર તેમજ ક્ધટેનરમાં કાચો માલનો કુલ 8.22 કરોડથી વધુની મત્તાનો મુદામાલ રસ્તામાં જ સગેવગે કર્યો હતો. જેથી તેમણે આખરે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રાન્સ્પોર્ટરો સાથે કંપનીએ તેમને મળેલાં મટિરીયલમાં ઘટ હોવાનું જણાવતાં તેમણે આઇઓએસ ટાંકી અથવા ક્ધટેઇરન સીલ પેક હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેમણે દાવો કર્યો હતો કે, આઇઓએસ ટાંકી અથવા ક્ધટેનર સીલ તોડયા વિના ચોરી શક્ય નથી. જેથી કંપનીએ તેનું નિરીક્ષણ કરતાં જણાયું હતું કે, આઇઓએસ ટાંકીના સીલ ચોરી પ્રુફ નથી, જ્યારે મેન હોલ અને બોટમ વાલ્વ સીલ હોય ત્યારે ફ્લેન્જ સરળતાથી ખોલી શકાય છે અને ચોરી કરી શકાય છે. ઉપરાંત ફ્લેન્જ સરળતાથી ખોલવા સાથે ચાર ખુલ્લા પોઇન્ટ છે ત્યાંથી માલ સીલને સ્પર્ષ કર્યાં વિના કાઢી શકાય છે.
એપ્રિલ 2025 થી 3 નવેમ્બર 2025 સુધીના સપ્લાય રેકોર્ડની ચકાસણીમાં કુલ 8.22 કરોડનો માલ ઓછો આવ્યો હોવાનું જણાતાં કંપનીએ પહેલાં કંપનીમાં આવેલાં ત્રણ પૈકી બે વે-બ્રિજ જે ઉપયોગમાં લેવાય છે તેની ચકાસણી કરવામાં આવી હતી. કંપનીએ તેનું થર્ડ પાર્ટી દ્વારા પણ વે-બ્રિજની કેલીબ્રેશન ચકાસણી કરાવતાં તે યોગ્ય હોવાનું માલુમ પડયું હતું. કંપનીએ નાવાસેવા પોર્ટ પરના વે-બ્રીજની કેલિબ્રેશનની પણ ચકાસણી કરાવી હતી. તેમાં પણ કોઇ ક્ષતિ ન હોવાનું જણાયું હતું.
