તારી પાછળ ખર્ચો કર્યો તે આપી દે, તારા લગ્ન બીજે નહીં થવા દઉં: નર્સિંગ છાત્રાએ પ્રેમીથી કંટાળી ફિનાઇલ પીધું
ઇન્સ્ટાગ્રામમાં સંપર્કમાં આવ્યા બાદ બંન્ને ત્રણ મહિનાથી મૈત્રી કરારમાં રહેતા હતા
યુવતીએ બે વર્ષ પહેલાં આ શખ્સ વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી: વધુ એક ફરિયાદ થતા શોધખોળ
રાજકોટ શહેરમા બજરંગવાડી વિસ્તારમા રહેતી અને નર્સીગનો અભ્યાસ કરતી યુવતીને તેના પ્રેમીએ ધમકાવી અને તારી પાછળ જેટલો ખર્ચો કર્યો છે તે આપી દે તેમજ તારા લગ્ન બીજે નહી થવા દઉ તેમ કહી ધમકી આપતા યુવતીએ ફીનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કરતા પ્રેમી સહીત બે શખ્સ વિરુધ્ધ ફરીયાદ નોંધવામા આવી છે.
વધુ વિગતો મુજબ બજરંગવાડીમા રહેતી અને નર્સીગ કોલેજમા ત્રીજા વર્ષમા અભ્યાસ કરતી ર1 વર્ષીય યુવતીએ તેમનાં પ્રેમી દુધસાગર રોડ પર હેદરી ચોકમા રહેતા જાવીદ હબીબ હાલા (ધંધો વ્યાજ વટાવ) અને તેમનાં મિત્ર અફઝલ ઉર્ફે કાલુ દાઉદાણીનુ નામ આપતા તેમની સામે ધમકી આપ્યાની ફરીયાદ અંગેનો ગુનો નોંધવામા આવ્યો છે. યુવતીએ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે સાડા ત્રણ વર્ષ પહેલા વ્યાજખોરીનો ધંધો કરતા જાવીદ સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમા આવી હતી.
ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી પરંતુ જાવીદ હેરાન કરતો હોય જેથી ર0ર3 ની સાલમા તેમના વિરુધ્ધ ફરીયાદ કરી હતી અને બાદમા ફરી જાન્યુઆરી ર0રપ નાં કેસ બાબતે ઘરમેળે સમાધાન થઇ ગયુ હતુ અને ફરી બંને એ વાતો ચાલુ કરી દીધી હતી અને મૈત્રી કરાર કર્યા હતા. આમ છતા જાવીદ ફરી હેરાન પરેશાન કરતો હોય અને તારા લગ્ન કોઇ સાથે નહી થવા દવ તેવુ કહેવા લાગ્યો હતો જેથી તેની સાથે યુવતીએ બોલવાનુ બંધ કરી દીધુ હતુ. ગઇ તા 6 નાં રોજ સાંજનાં સમયે પિતાને જાવીદનાં સબંધી અફઝલ દાઉદાણીનો ફોન આવ્યો હતો અને તે અફઝલ કહેતો હતો કે જાવીદ અને તમારી દીકરી વચ્ચે જે કાઇ છે તે મેટરમા સમાધાન કરી નાખો. જેથી પિતાએ સમાધાન કરવાની ના પાડતા આરોપી ધમકાવવા લાગ્યો અને આ મેટર પતાવી દયો અને ઘરે આવવાની ધમકી આપી હતી .
જેથી ગઇકાલે યુવતી તેમનાં ઘરેથી મોચીનગરમા રહેતા તેમનાં દાદીને ત્યા જતી હતી ત્યારે જાવીદ તેનુ સ્કુટર લઇને આવ્યો હતો અને રસ્તામા રોકી ધમકાવવા લાગ્યો હતો અને કહેતો હતો કે તારી સાથે મૈત્રી કરાર હતા તે પુરા કરી નાખવા છે . તારી પાછળ કરેલો ખર્ચો તે તુ પરત આપી દે અને નહી આપે તો તને અને તારા પરીવારને બદનામ કરી નાખીશ અને તને કોલેજમા નાપાસ કરાવી નાખીશ . જેથી યુવતી પોતાનાં ઘરે પહોચતા ત્યા ઘરનાં સભ્યોને વાત કર્યા બાદ જાવીદની વાતનુ લાગી આવતા તેમણે ફીનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને શોધખોળ શરુ કરી છે .