‘મને બેંકના કાગળ અને સોનું આપી દે’ કહી કપાતર પુત્રનો માતા ઉપર હુમલો
મવડી વિસ્તારમાં આવેલી ગીરનાર સોસાયટીમાં રહેતા મહીલાને તેના 15 વર્ષના સગીર પુત્રએ ‘મને બેંકના કાગળ અને સોનું આપી દે’ કહી લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારતા ઘવાયેલા મહીલાને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે. છેલ્લા ચાર દિવસથી પુત્ર મારકુટ કરતો હોવાનું માતાએ જણાવ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ મવડીમાં માયાણી ચોક પાસે ગીરનાર સોસાયટીમાં રહેતા જાલુબેન સનાભાઇ ગોલતર (ઉ.વ.35) નામના મહીલા આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે તેના 15 વર્ષીય સગીર પુત્રએ લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારતા માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમને સારવા માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમીક તપાસમાં જાલુબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેના પતિ બોરવેલનું કામ કરે છે. પતિ કામ માટે રાજસ્થાન ગયા છે. પુત્રએ ‘મને બેંકના કાગળો અને સોનું આપી દે’ કહી હુમલો કર્યો હતો. વધુમાં તેમણે જણાવેલુ કે પુત્ર છેલ્લા ચાર દિવસથી મારકુટ કરે છે. ગઇકાલે પણ માર માી સોનાનો દાણો લઇ લીધો હતો. ઇજાગ્રસ્ત મહીલાએ હોસ્પીટલના બિછાનેથી રડતા રડતા જણાવેલુ છે મને પુત્ર બહુ ત્રાસ આપે છે. મારે દિકરો જોતો નથી. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.