પૂણેમાં ચાકુની અણીએ યુવતી પર સામૂહિક બળાત્કાર: વીડિયો બનાવ્યો
મહારાષ્ટ્રના પુણેમાંથી બળાત્કારની ઘટના સામે આવી છે. પુણેના શિરુર તાલુકાના એક ગામમાં એક બાળકી પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. પુણે પોલીસે સોમવારે આ ઘટનાની જાણકારી આપી છે. 1 માર્ચે યુવતી પર ચાકુ બતાવી સામૂહિક બળાત્કાર થયો હતો. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, આરોપીઓના નામ અમોલ પોટે અને કિશોર કાલે છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી કિશોર કાલે ડ્રાઇવર તરીકે કામ કરે છે જ્યારે આરોપી અમોલ પોટે મજૂરી કરે છે. બંનેને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે બંનેને 7 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 19 વર્ષીય યુવતી મધ્યપ્રદેશથી પુણેના શિરુરમાં તેના સંબંધીઓ પાસે આવી હતી. રાત્રે 11 વાગ્યાની આસપાસ કિશોર કાળે અને અમોલ પોટે બંનેએ આ યુવતીનો સંપર્ક કર્યો હતો. તે સમયે બંને બાઇક પર આવી રહ્યા હતા. આ દરમિયાન બંનેએ પીડિતાને છરી બતાવીને ધમકી આપી હતી અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ મહિલા અને તેના પિતરાઈ ભાઈને અશ્ર્લીલ કૃત્યો કરવા દબાણ કર્યું અને તેનું વીડિયો રેકોર્ડિંગ કર્યું અને પછી તેની સાથે બળાત્કાર કર્યો.
એટલું જ નહીં, તેમની સાથે ઉભેલા તેમના સંબંધીની વાંધાજનક તસવીરો અને વીડિયો પણ ઉતાર્યા હતા. બંને આરોપીઓએ તેને આવું કરવા દબાણ કર્યું હતું. બંનેએ કોઈને કહેશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ તારા સંબંધીને મારી નાખવાની ધમકી આપી હતી. બંને યુવતીના સોનાના દાગીના અને તેની પાસે રહેલા રૂૂપિયા લઈને ભાગી ગયા હતા.