બહેન સાથે પ્રેમલગ્ન કરનારે બે લાખ માંગી ધમકી આપ્યાના આક્ષેપ સાથે યુવતીએ ફિનાઇલ પીધુ
શહેરમા 80 ફુટ રોડ પર આવેલા કાનાભાઇનાં મફતીયાપરા વિસ્તારમા રહેતી યુવતી સાથે સુરેન્દ્રનગરનાં યુવાને પે્રમલગ્ન કર્યા બાદ યુવતીનાં પરીવાર પાસે બે લાખ માગી ધમકી આપ્યાની આક્ષેપ સાથે પ્રેમલગ્ન કરનાર યુવતીની નાની બહેને ફીનાઇલ પી લીધુ હતુ. અને હોસ્પીટલનાં બીછાને સારવાર લઇ રહેલી યુવતીનુ નીવેદન નોેંધવા આવેલા પોલીસ કર્મીએ ગેરવર્તન કર્યુ હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ 80 ફુટ રોડ પર આવેલા કાનાભાઇનાં મફતીયાપરા વિસ્તારમા રહેતી કીરણબેન રમેશભાઇ પરમાર નામની ર0 વર્ષની યુવતી સાંજનાં સમયે પોતાનાં ઘરે હતી ત્યારે ફીનાઇલ પી લીધુ હતુ . યુવતીની તબીયત લથડતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવી હતી.
પ્રાથમીક પુછપરછમા કીરણબેન પરમારની મોટી બહેન ઉષાબેન સાથે 4 માસ પુર્વે સુરેન્દ્રનગરનાં રતનપર ગામ ભલગામડાનાં શામજીએ પ્રેમ લગ્ન કર્યા હતા. અને બાદમા શામજીએ રૂ. 2 લાખની માગણી કરી ધમકી આપતા કીરણબેન પરમારે ફીનાઇલ પી લીધુ હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે . જયારે હોસ્પીટલનાં બીછાને સારવાર લઇ રહેલી કીરણબેન પરમાર સાથે નીવેદન નોંધવા આપેલા પોલીસ કર્મીએ ગેરવર્તન કર્યુ હોવાનો આરોપ લગાવવામા આવ્યો છે. યુવતીએ કરેલા આક્ષેપનાં પગલે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.