BZ કૌભાંડમાં ગિલ-મોહિત શર્મા-તેવટિયા-સુદર્શનની પૂછપરછ થશે
ગુજરાત સીઆઇડી ક્રાઈમે પુષ્ટિ કરી છે કે કરોડો રૂૂપિયાના ચિટફંડ કૌભાંડના સંબંધમાં કેટલાક હાઈ-પ્રોફાઈલ ક્રિકેટરોને તેમની પાસેથી વિગતો જાણવા માટે બોલાવવામાં આવશે. જેમણે કદાચ તેમનું રોકાણ ગુમાવ્યું છે તેમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ખેલાડીઓ શુભમન ગિલ, મોહિત શર્મા, રાહુલ તેવટિયા અને સાઈ સુધરસનનો સમાવેશ થાય છે, જેઓ તમામ ગત આઇપીએલ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે રમ્યા હતા.
આ તપાસ પોન્ઝી સ્કીમના સુત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછને પગલે ચાલી રહી છે. ઝાલાએ કબૂલાત કરી હતી કે તેણે આ ક્રિકેટરો દ્વારા તેની બીજેડ સ્કીમમાં રોકાણ કરેલા નાણાં પરત કર્યા નથી.
સીઆઇડીના ટોચના અધિકારીઓના જણાવ્યા મુજબ, શુબમન ગિલ, જેમણે ગત સિઝનમાં ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ કર્યું હતું, તેણે રૂૂ. 1.95 કરોડનું રોકાણ કર્યું હોવાનું માનવામાં આવે છે, જ્યારે મોહિત શર્મા, રાહુલ તેવટિયા અને સાઇ સુધરસને નાનું રોકાણ કર્યું હતું. સીઆઇડી અધિકારીઓએ જણાવ્યું છે કે ક્રિકેટરોને પછીની તારીખે પૂછપરછ માટે બોલાવવામાં આવશે, કારણ કે કેટલાક હાલમાં વિદેશ પ્રવાસ પર છે અને એક ઘાયલ છે.
મંગળવારે સીઆઇડી ક્રાઈમ યુનિટે ઝાલાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રૂૂષિક મહેતાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના રહેવાસી મહેતા ઝાલાના ખાતા સંભાળતા હતા. સીઆઈડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, જો મહેતા સંડોવાયેલા જણાશે, તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
શરૂૂઆતમાં, ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા 6,000 કરોડ રૂૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જોકે, વધુ તપાસમાં આ આંકડો ઘટીને રૂૂ. 450 કરોડ થયો છે. ઝાલાએ બિનસત્તાવાર એકાઉન્ટ બુક પણ જાળવી રાખી હતી, જે સીઆઈડી ક્રાઈમ યુનિટ દ્વારા જપ્ત કરવામાં આવી છે. તે બુકમાં નોંધાયેલા વ્યવહારોની રકમ લગભગ 52 કરોડ રૂૂપિયા છે. વર્તમાન તપાસના આધારે, અમે કુલ રકમ આશરે 450 કરોડ રૂૂપિયા હોવાનો અંદાજ લગાવીએ છીએ, અને દરોડા ચાલુ હોવાથી તે વધી શકે છે તેમ અધિકારીએ ઉમેર્યું હતું.