છેતરપિંડીના ગુનામાં 24 વર્ષથી વોન્ટેડ ગઠિયો મહારાષ્ટ્રથી પકડાયો
શહેરમાં અલગ અલગ ગુનાઓ આચરીને છેલ્લા ઘણા વખતથી ફરાર થઇ ગયેલા આરોપીઓને પકડવા પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ ચાલી રહી છે. ત્યારે પેરોલ ર્ફ્લો સ્કવોર્ડની ટીમે છેતરપીંડીના ગુન્હામાં 24 વર્ષથી વોન્ટેડ શખ્સને મહારાષ્ટ્રથી પકડી પાડ્યો છે. જ્યારે અન્ય એક શખ્સ જે ચોરીના ગુન્હામાં ફરાર હોય તેને ઝડપી જેલ હવાલે ર્ક્યો છે.
મળતી વિગતો મુજબ, પેરોલ ર્ફ્લો સ્કવોર્ડની ટીમે નાસતા ફરતા આરોપીઓને પકડવા શરૂ કરેલી ડ્રાઇવમાં આજે માલવીયા નગર પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા 24 વર્ષથી વોન્ટેડ મુળ મહારાષ્ટ્રના મુબંઇના કાંદીવલીવેસ્ટ મહાવીર નગર સરગમ બિલ્ડીંગ ફ્લેટ નં.602માં રહેતા મયુરભાઇ વનેચંદભાઇ કોઠારી (ઉ.વ.63)ની મુંબઇથી ધરપકડ કરી તેને રાજકોટ લાવી માલવીયા નગર પોલીસને સોંપી દીધો હતો. જ્યારે અન્ય એક આરોપી કે જે, બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ઘટફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા છ મહીનાથી ફરાર હોય તે માલીયાસણ જામનગર બાઇપાસ રહેતા મુળ ચોટીલાના વતની મોહન ભગવાનજી પરમારની ધરપકડ કરવામાં આવી હતી અને બી ડીવીઝન પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિકવ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સુચનાથી પેરોલ ર્ફ્લો સ્કોવર્ડના પીઆઇ સી.એચ.જાદવ તથા પીએસઆઇ. જે.જી.તેરૈયા સાથે સ્ટાફના અમૃતભાઇ મકવાણા, રોહીતભાઇ કછોટ, રાજદીપસિંહ ચૌહાણ, જહીરભાઇ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.