ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરના યાદવનગરમાં ગેસ રીફીલિંગનું કારસ્તાન ઝડપાયું

01:38 PM Nov 04, 2025 IST | admin
Advertisement

જામનગર ના યાદવનગરમાં એક શખ્સ સેફટી સાધન ની વ્યવસ્થા વગર જ જોખમી રીતે ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં રીફીલીંગ કરતો ઝડપાયો છે. એસઓજીએ સ્થળ પરથી ખાલી-ભરેલા બાટલા, નોઝલ, વજનકાંટો મળી રૂૂા.19,550નો મુદ્દામાલ કબજે કર્યો છે. જામનગરના યાદવનગર વિસ્તારમાં એક શખ્સ ગેસના ભરેલા બાટલામાંથી જોખમી રીતે ખાલી બાટલામાં રીફીલીંગ કરતો હોવાની બાતમી પરથી ગઈકાલે બપોરે એસઓજીના સ્ટાફે યાદવનગરની શેરી નં.2 માં દરોડો પાડ્યો હતો.

Advertisement

આ સ્થળેથી દીપક ધરણાંતભાઈ વસરા નામનો શખ્સ સેફટીના સાધનો રાખ્યા વગર જ ગેસનું રીફીલીંગ કરતો મળી આવ્યો હતો. એસઓજીએ સ્થળ પરથી ગેસનો અડધો ભરેલો એક બાટલો, પાંચ મોટા તથા બે નાના ખાલી બાટલા તેમજ નોઝલ, વજનકાંટો કબજે કરી દીપક વસરા સામે પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે.

Tags :
crimeGas refilling operationgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement