ATMમાં મનપાના સિનિયર કલાર્ક સાથે કળા કરનાર ગઠિયો ઝબ્બે, વધુ ત્રણ ગુનાની કબુલાત
રાજકોટમાં એ.ટી.એમ.માં મદદ કરવાના બહાને ગઠીયાએ રાજકોટ મહાપાલીકાના સીનીયર કલાર્ક ધર્મેન્દ્રસિંહ નારસિંહ ઝાલા(ઉ.વ.56, રહે, સત્યમ શિવમ સુંદરમ સોસાયટી, જામનગર રોડ)નું એ.ટી.એમ. કાર્ડ લઈ અન્ય કાર્ડ સાથે બદલાવી કુલ રૂૂા.40 હજાર ઉપાડી લઈ છેતરપીંડી કર્યાની એ.ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ - છે. પોલીસે આ ગુનામાં દિપકસિંહ સંતોષસિંહ સેંગાર (ઉ.વ.39, રહે, તીરૂૂપત્તી પાર્ક, મોરબી રોડ, મુળ - યુ.પી.)ને પકડી રપ હજારની રોકડ અને 4 એ.ટી.એમ. કાર્ડ કબ્જે કર્યા હતાં.
ધર્મેન્દ્રસિંહ પોલીસને જણાવ્યું કે,ગઈ તા.28નાં તેનો પગાર જમા થતા તે બાઈક લઈને ત્રિકોણબાગથી પાસેની એસ.બી.આઈ બેંકના એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા ગયા હતાં.ત્યાં કાર્ડ એ.ટી.એમ.માં નાખ્યું હતું.પરંતુ પૈસા નહી ઉપાડતા તેણે બેંકમાં જઈને પુછતા ત્યાંથી બીજી વખત પ્રયાસ કરવા જણાવાયું હતું.આથી તેણે ફરી એ.ટી.એમ.માં જઈ પૈસા ઉપાડવા પાસવર્ડ નાખતા હતા ત્યારે તેની પાછળ ઉભેલા અજાણ્યા શખ્સે લાવો તમારું એ.ટી.એમ હું પૈસા કાઢી આપું કહેતા તેણે કાર્ડ આપ્યું હતું.તે શખ્સથી પણ પૈસા નહી ઉપડતા તેને કાર્ડ પરત આપી દીધું હતું. બાદમાં તેણે ફરી બેંકમાં જઈને વાત કરતા કાર્ડ તેનું નહી. પરંતુ અન્ય કોઈનું હોવાનું જાણવા મળતા મદદ કરવાના બહાને અજાણ્યા શખ્સે કાર્ડ હતી બદલાવી લીધું હોવાની જાણ થઈ હતી.
તેમજ થોડીવાર કટકે કટકે કુલ રૂૂા.40 હજાર ઉપાડી લીધાના તેને મેસેજ આવતા છેતરપીંડી થયાની જાણ તતા ફરીયાદ નોંધાવી હતી.જેને લઈ એલસીબી ઝોન-1ની ટીમના બી.વી.બોરીસાગર,સતુભા જાડેજા,રવીરાજભાઈ પટગીર અને દિવ્યરાજસિંહ સહિતના સ્ટાફે તપાસ કરી બાતમીને આધારે દિપકસિંહ સેંગરને પકડી લીધો હતો. પુછપરછમાં આરોપીએ આ સહિત અન્ય ત્રણ લોકો સાથે પણ ઠગાઈ કરી હોવાનું ખુલ્યું હતું.