For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં ડ્રગ્સનું દૂષણ: દોઢ વર્ષમાં 35 ગુના નોંધી 40 ડ્રગ્સ પેડલરોને ઝડપ્યા

11:45 AM Jun 17, 2025 IST | Bhumika
ભાવનગરમાં ડ્રગ્સનું દૂષણ  દોઢ વર્ષમાં 35 ગુના નોંધી 40 ડ્રગ્સ પેડલરોને ઝડપ્યા

યુવાધનને નશાના રવાડે ચડાવવા અમદાવાદ, સુરત અને મુંબઇથી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવી રહ્યું છે

Advertisement

ભાવનગર ગ્રામ્ય પંથકોમાં સુકો તેમજ ગાંજાનું દુષણ ખુબ વધી રહ્યું છે અને સૌથી વધારે મહુવા પંથક મોખરે છે ત્યારે શહેરમાં ડ્રગ્સ પેડલરો વધુ સક્રિય છે. ભાવનગર SOG દ્વારા દોઢ વર્ષમાં 35 જેટલા કેસોમાં 40 થી વધુ ડ્રગ્સ પેડલરોને ઝડપી લીધા છે.ભાવનગર શહેર તેમજ જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારો તેમજ હોસ્પિટલો અને સ્કુલ, કોલેજના સહિતના વિસ્તારોમાં ગાંજો, ડ્રગ્સ, ચરસ અને અફીણ નાનું બાળક પણ ખરીદી શકે તેટલી સરળતાથી મળી જાય છે. તેની સાથે ભાવનગરના મહુવા પંથક જે ગાંજાના વાવેતર માટે જાણીતું છે અને અમુક ખેડૂતો દ્વારા ટુંકા રસ્તે વધુ કમાણી માટે વાવણીની આડમાં ગાંજાનું વાવેતર કરી યુવાધનને બરબાદ કરી રહ્યા છે.ત્યારે શહેરમાં ડ્રગ્સ, ચરસ, અફીણ, પોષડોડાના પેડલરો પણ સક્રિય થયા છે અને આ પેડલરો ઘર સુધી હોમ ડીલવરી કરી યુવાધનને આર્થિક પાયમાલ કરી રહ્યા છે.શહેરમાં ગાંજા, ડ્રગ્સ, ચરસના પેડલરો નાની પોટકી બનાવી, વાહનોમાં યુવાધનને પહોંચાડી રહ્યા છે.પોલીસ દ્વારા ડ્રગ્સ પેડલરો ઉપર રોક લગાવવા 40 જેટલા આરોપીઓને નશીલા પદાર્થો સાથે ઝડપી લીધા છે. એક કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભાવનગર એસ.ઓ.જી. પી.આઇ. સુનેસરાએ જણાવ્યું હતું કે, ભાવનગરના ડ્રગ્સ પેડલરો દ્વારા સુરતના અશ્વિનીકુમાર પટરી, અમદાવાદના જુહાપુરા, કાલુપુર તેમજ મુંબઇથી ડ્રગ્સ, ચરસ લાવે છે તેમજ મહુવા પંથકમાં ગાંજો ઉગાડવાનું ચલણ વધી રહ્યું છે જેને નાબુદ કરવામાં આવી રહ્યું છે.

ભાવનગર શહેરના યુવાધનને નશાના રવાડે ચડાવવા ડ્રગ્સ પેડલરો દ્વારા અમદાવાદ, સુરત અને મુંબઇ મારફતેથી ચરસ, ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટા ભાગે ખાનગી બસો, કાર અને ટ્રેનનો ઉપયોગ કરાઇ રહ્યો છે અને શીરપના પેડલરો મેડીકલમાંથી એક-એક શીરપની બોટલ ખરીદી ગેરકાયેદસર વેચાણ કરી રહ્યા છે.

Advertisement

દોઢ વર્ષમાં NDPSના થયેલા કેસો
લીલો ગાંજો (વાવેતર) 10
સુકો ગાંજો 07
નશીલી શીરપ 06
ચરસ 04
મેથા એમ્ફેટામાઇન 03
મેફેડ્રોન ડ્રગ્સ (ખઉ) 03
અફીણ 01
પોષડોડા 01

Advertisement
Tags :
Advertisement
Advertisement