For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિવાળી પર્વમાં 6 હત્યા બાદ ગેંગવોરમાં શહેર મધ્યે ફાયરિંગ

05:06 PM Oct 29, 2025 IST | admin
દિવાળી પર્વમાં 6 હત્યા બાદ ગેંગવોરમાં શહેર મધ્યે ફાયરિંગ

કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા

Advertisement

નામચીન પેંડા ગેંગના સાગરીત ભવલાએ જંગલેશ્ર્વરની કુખ્યાત રમાના પૌત્ર ઉપર વિધાનગર મેઇન રોડ પર મધરાત્રે ફાયરિંગ કર્યુ, ભાજપના નેતાની હોસ્પિટલ બહાર ફાયરિંગની ઘટનાથી ચકચાર

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પોલીસની કાબુ બહાર જઈ રહી છે. પોલીસની ઢીલી નીતિને કારણે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં રાજકોટ શહેર ક્રાઈમ રેટમાં સમગ્ર ગુજરાતમાં અવલ્લ નંબરે આવ્યું હોય અને દિવાળીના તહેવારોમાં 6 જેટલી હત્યાના બનાવો સાતે 70 લાખની ચોરી અને લુંટના ગંભીર બનાવો બાદ રાજકોટ શહેરમાં બે ગેંગ વચ્ચેના ડખ્ખામાં ફાયરીંગની ઘટના બની છે જેના બનાવ ઉપરથી સ્પષ્ટ બન્યું છે કે, ગુનાખોરી રોકવા પોલીસ નબળી પડી રહી છે.

Advertisement

શહેરના મંગળારોડ ઉપર ભાજપના નેતાની પ્રગતી હોસ્પિટલ બહાર કુખ્યાત પેંડા ગેંગના સાગ્રીત ભયલુ ગઢવીએ જંગલેશ્વરની નામચીન મહિલા રમાના પૌત્ર સહિતના ઉપર મોડી રાતે અંધાધુંધ પાંચથી છ રાઉન્ડ ફાયરીંગ કરતા મોડી રાતે હોસ્પિટલ બહાર બેઠેલા દર્દીના સગા સહિતના સ્ટાફમાં નાસભાગ મચી ગઈ હતી. પ્રગતિ હોસ્પિટલ પાસે ફાયરિંગની બનેલી ઘટનામાં હોસ્પિટલ પાસે ફાયરિંગ કરવામાં આવતા બહાર રહેલી કારને પણ નુકસાન થયું છે.

બનાવની જાણ થતા ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ સાથે ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક એ-ડીવીઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસ અને પુછપરછમાં જાણવા મળ્યું કે, જંગલેશ્વરમાં રહેતી નામચીન રમા સંધીની પુત્રી રૂૂબીના તૌફીક શમા તેના પિતા જાહિદ જુણેજાને લઇ સારવાર માટે પ્રગતી હોસ્પિટલ ખાતે લાવી હોય ત્યારે મોડી રાત્રે 3.30 વાગ્યાની આસપાસ રૂૂબીનાના પુત્ર સોહિલ અને સુલેમાન સહિતના લોકો પ્રગતી હોસ્પિટલ બહાર બેઠા હતા ત્યારે કાર અને બાઈકમાં આવેલા ભયલુ ગઢવી સહીતના શખ્સોએ આવી ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા. ફાયરીંગમાં ત્યાં પાર્ક કરેલી જીજી 03 એએક્ષ 8689ના આગલા કાચમાં તેમજ પાણીના ટેન્કરમાં ફાયરીંગથી નુકશાન થયું હોવાના પુરાવા મળ્યા છે તેમજ ઘટના સ્થળ આસપાસ છ થી સાત રાઉન્ડ ખાલી કારતુસ મળી આવ્યા હતા.

બનવાની જાણ થતા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા સાથે એસીપી ક્રાઈમ બી.બી.બસીયા તેમજ ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.એલ.ડામોર પીએસઆઈ એમ.કે.મોવલીયા,એ.એન.પરમાર તેમજ એ-ડીવીઝનના પી.આઈ બી.વી.બોરીસાગર સાથે પીએસઆઈ એસ.એમ.રાણા સહિતનો સ્ટાફ પ્રગતી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પોલીસ પુછપરછમાં રમા સંધીની પુત્રી રૂૂબીના તૌફીક શમાએ જણાવ્યું કે, ભયલુ ગઢવી અને તેના સાગ્રીતોએ ફાયરીંગ કર્યું છે. આ ઘટના બાદ રૂૂબીના અને તેના પુત્રો તાત્કાલિક હોસ્પિટલમાં ઘુસી ગયા હતા. આ મામલે બનાવ વખતે હાજર રૂૂબીનાના પતિ સહિતના હોસ્પિટલના સ્ટાફના પોલીસે નિવેદન લીધા છે. તેમજ ભાજપના નેતા અને હોસ્પિટલના સંચાલક ડો.અમિત હપાણીની હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરુ કરી છે.

બે ગેંગ વચ્ચે વર્ષ જૂની અદાવતમાં ચોથી વખત ફાયરિંગથી મામલો ગરમાયો
કુખ્યાત પેંડા અને જંગલેશ્વર ગેંગ વચ્ચે છેલ્લા એક વર્ષથી માથાકૂટ ચાલે છે.જેમાં ચોથી વખત ફાયરીંગ થયું છે. અગાઉ મકરસંક્રાંતિએ ગોકુલધામ નજીક પરેશ ઉર્ફ પરીયો, મેટીયો ઝાલા, યાસીન ભૂરો સહિતે ગોકુલધામમાં યુવતિની છેડતી કરી ત્યારે માથાકૂટ થતા જંગલેશ્વરની રમાના પૌત્ર સોહેલ ઉપર હુમલો કરી ફ્રેકચર કરી નાંખતા પોલીસ ફરિયાદ થઇ હતી. આ બનાવમાં પુનિતનગર-16માં રહેતાં અને પેંડા ગેંગના સાગ્રીત તરીકે ઓળખાતા પરેશ રાજુભાઇ બળદા (ઉ.વ.23) જેલ માંથી છુટ્યાના પાંચ દિવસ બાદ ગત તા 15 ફેબુ્રઆરીના રોજ બદલો લેવા સફેદ રંગની વર્ના કારમાં જંગલેશ્વરનો સોહેલ સમા, તોસીફ સમા, સમીર મુર્ગો, મજુડો, સંજય સહિતએ ફાયરીંગ કર્યું હતું. આ બનાવ બાદ પરેશે બદલો લેવા માટે ગત તા 15.ઓગસ્ટ 2025ના રોજ રાત્રે 11 વાગ્યા આસપાસ ઘર પાસે આવેલા ખ્વાઝા એપાર્ટમેન્ટ નીચે એસ.એ. જ્વેલર્સ નામની દૂકાને બેઠેલા સમીર ઉર્ફ મરઘાનો મિત્ર અને સોહિલનો માસીયાઇ ભાઇ શાહનવાઝ મુસ્તાકભાઇ વેત્રણ ઉપર એક્સેસ ઉપર આવેલા પરેશ ગઢવી અને ભયલુ ગઢવીએ ફાયરીંગ કર્યું હતું.આમ બન્ને ગેંગ વચ્ચે છેલ્લા એક વર્ષથી ચાલતી અદાવતમાં ચોથી વખત ફાયરીંગનો બનાવ બન્યો છે ત્યારે હવે બન્ને ગેંગ વચ્ચે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement