ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કારખાનેદાર અને ભત્રીજાનું અપહરણ કરી ખંડણી પડાવનાર ટોળકી ઝડપાઈ

04:25 PM Jul 10, 2025 IST | Bhumika
Advertisement

કાકા-ભત્રીજાને એમઓયુ કરવા પટના બોલાવી અપહરણ કરનાર 6 આરોપીની 7 દિવસના રિમાન્ડ ઉપર પૂછપરછ

Advertisement

રાજકોટના કારખાનેદાર કાકા-ભત્રીજાને પટના બોલાવી અપહરણ કરી રૂૂ.2.50 લાખ ખંડણી માંગનાર ટોળકીના 6 સભ્યોને શાપર-વેરાવળ પોલીસ ટીમે ઝડપી લઇ વિશેષ પુછપરછ શરુ કરી છે. શાપર પોલીસે ટોળકીને પકડવા બિહારના પટના તથા નાલંદા જીલ્લામાં સીસીટીવી આધારે તપાસ હાથ ધરતા બનાવને અંજામ ટોળકી પટના જીલ્લાના બેઉર જેલ માં હોવાની વિગતો બાત કાકા-ભત્રીજાને સાથે રાખી આરોપીની ઓળખ કર્યા બાદ તેનો કબજો લીધો અને ટોળકીના 7 દિવસના રીમાન્ડ ઉપર લીધા છે.

મળતી વિગતો મુજબ રાજકોટના નાના મૌવા રોડ વજ કોમ્પલેક્ષ ફલેટ નં 402માં રહેતા અને કોટડા સાંગાણીના પડવલામાં શિવાય એન્ટરપ્રાઈઝ નામે કારખાનું ધરાવતા મહેક અરજણભાઈ ચોવટીયાને પટનાના શિવરાજ સગી, રાહુલ તેની સાથેના અજાણ્યા શખસોએ ગત.તા.25/3ના મહીને 200 ટન એલ્યુમીનીયમ એસની જરૂૂરીયાત હોવાની વાત કરી એમઓયુ કરવા પટના બોલાવી અપહરણ કરી 2.50 લાખની ખંડણી માંગી રૂૂપિયા પડાવ્યા હતા. આ મામલે શાપર વેરાવળમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

શાપરના પીઆઈ આર.બી.રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.ડી.સોલંકી અને ટીમે કાકા-ભત્રીજાને સાથે રાખી બિહાર પટના તથા નાલંદા જીલ્લામાં જઈ સીસીટીવી આધારે આરોપીઓનું પગેરૂૂ મેળવી બેઉર જેલમાંથી રંજીત ઉર્ફે મુન્નો અરવિંદ સરજુ પ્રસાદ, બિકાશકુમાર ઉર્ફે મોહિત મનોજ રામદ્રય યાદવ, કુંદનકુમાર અરૂૂણકુમાર ગંગાવિષ્ણુ યાદવ, લાલ બિહારી ઉગ્રસેન રામ ઈશ્વરદાસ યાદવ, બિપાત્રાકુમાર લાલદેવસિંધ હરીચરણસિંગ અને સંગીતાકુમારી ઉમેશપ્રસાદ લખન મહાતો સહિતાનો કબજો લઈ શાપર પોલીસ મથકે લાવી રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાતા 7 દિવસના રીમાન્ડ મંજુર થતા પોલીસે મુદામાલ રીકવર કરવા તજવીજ પોલીસે ઝડપેલા આંતર રાજય ગેંગના 6 આરોપીઓ સામે બિહાર એસટીએફ, એરપોર્ટ પોલીસ પટના અને રાજકોટ જીલ્લાનું શાપર પોલીસમાં ખંડણી, અપહરણ અને ધમકી સહિતના 6થી વધુ ગુનાઓ નોંધાય ચુકયા છે. મુખ્ય આરોપી રંજીત ઉર્ફે મુન્ના જે અગાઉ ગુજરાતમાં 5 વર્ષ રહી ચુકયો છે. જેથી તે ગુજરાતી લોકોથી વાકેફ હતો.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement