સ્કૂલ પાસે ટોળકીનો આતંક, વાનચાલકો-શિક્ષકોને ફટકાર્યા
લોધીકાના હરીપર પાળ ગામે રહેતા અને ઈશ્વરિયામાં પરિમલ સંકુલ ભારતીય વિદ્યાલય પાસે સ્કુલ વાન ચલાવતા યુવાન ઉપર થારમાં આવેલા પાંચ અજાણ્યા શખ્સોએ ગાળો દઈ છરી વડે હુમલો કર્યો હતો આ બનાવમાં છોડાવવા વચ્ચે પડેલા અન્ય વાન ચાલક અને સ્કુલના શિક્ષકોને પણ ગાળો આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ લોધિકાના હરીપર પાળ ગામે રહેતા અને પરીમલ સંકુલ ભારતીય વિધ્યાલય સ્કુલ ઈશ્વરીયામા સ્કુલવાન ચલાવતા કલ્પેશ નાગદભાઈ લોખીલ (ઉ.વ.30)ની ફરિયાદને આધારે જીજે 3 પીડી 888 થાર માં આવેલ પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.6/2/2025 નારોજ બપોરના સાડા બારેક વાગ્યે સ્કુલે હતો ત્યારે કાળા કલરની મહીન્દ્રા થાર જેના નં. જીજે-03-પીડી-888 વાળી આવલે 20 વર્ષની આસપાસની ઉમરના પાંચ છોકરા નિચે ઉતરી ત્યાં આંટા મારતા હતા અને કલ્પેશની ઈકો પાર્ક કરેલ હોય ત્યાં સ્કુલના દરવાજાની બાજુમા તે લોકો આવેલ અને બધા વાહનોમા ચેક કરતા પુછતા હતા કે મંથન રાઠોડ ક્યાં છે અને મંથનને જેમ તેમ ગાળો દેતા હતા બાદ કલ્પેશની ઈકો પાસે આવેલ અને પુ છેલ કે મંથન રાઠોડ કયા છે.
જેથી તેણે કહેલ કે તેની મને ખબર નથી તો આ લોકોએ પુછેલ કે વડવાજડીની ગાડી કઇ છે, જેથી કલ્પેશે કહેલ કે વડવાજડી ગામથી વિધાર્થીઓને હું જ લાવુ છું મંથન રાઠોડ મારી ગાડીમા આવતો નથી આ મારી ગાડી સામે પડેલ છે જોઇ લ્યો જેથી તેઓએ કલ્પેશની ઈકોમા તપાસ કરતા મંથન નહીં મળતા ગાળો બોલતા હોય જેને કલ્પેશે કહેલ કે, વાહનોમા સ્કુલની દિકરીઓ તથા નાના બાળકો બેસેલ છે તેમ કહી ગાળો બોલોવાની ના પાડી જે કોઇ પ્ર શ્ન હોય તે બાબતે સ્કુલમા ઓફિસમા જઇને વાત કરવા જણાવતા પાંચેય જણા ઉશ્કેરાઇ ગયેલ અને કલ્પેશને છરીના ઘા ઝીંકી દીધા હતા.
બીજા વાહનોના ડ્રાઇવર લાલાભાઇ મનસુખભાઈ વડેચા અને દિનેશભાઇ લીંબાસીયાએ છોડાવી કલ્પેશને સ્કુલના દરવાજાની અંદર લઇ ગયા હતા ત્યારે ત્યાં ઉભેલા સ્કુલ વાન ચાલક નરેન્દ્રભાઈ તેઓની મહીન્દ્રા થારના ફોટા પાડતા હોય જેથી આ લોકોએ તેને પણ પટ્ટા વડે માર મારી ફોટા ડીલીટ કરાવેલ અને ત્યારે સ્કુલના સ્ટાફના શિક્ષકોમા આશીષભાઇ સાઘરીયા તથા પ્રીતી મેડમ તથા દિપ્તી મેડમ તથા સંજયભાઈ બીજા ઘણા લોકો ત્યા ભેગા થઇ જતા આ ટોળકીએ તેને પણ જેમ ફાવે તેમ ગાળો આપી ભાગી ગયા હતા.કલ્પેશને સારવાર માટે રાજકોટ ખસેડાયો હોય આ મામલે પડધરી પોલીસમાં પાચ સામે ગુનો નોંધાયો હતો.