ઓડીશામાં બીચ પર યુવતી પર સામૂહિક દુષ્કર્મ: 10ની ધરપકડ
પીડિતા પુરૂષ મિત્ર સાથે બેઠી હતી ત્યારે આરોપીઓની દાઢ ડળકી
ઓડિશાના ગંજામ જિલ્લામાં ગોપાલપુર બીચ નજીક એક યુવતી પર સામૂહિક દુષ્કર્મના આરોપમાં 10 જણાની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના એવા સમયે બની હોવાનું કહેવાય છે જ્યારે યુવતી તેના પુરુષ મિત્ર સાથે બીચની મુલાકાતે ગઈ હતી.આરોપીઓએ રવિવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે ગોપાલપુર બીચ પર યુવતી અને તેના પુરુષ મિત્રને એકાંત સ્થળે બેઠેલા જોઈને કથિત રીતે યુવતી પર સામૂહિક દુષ્કર્મ કર્યું.આ ઘટના અંગે એકસ હેન્ડલ પર પોસ્ટ કરતાં નાયબ મુખ્યમંત્રી પ્રવતી પરિડાએ લખ્યું, ગોપાલપુર બીચ પર એક યુવતી પર થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટનાથી હું ખૂબ જ દુખી છું. અત્યાર સુધી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મેં આ ઘટના અંગે એસપી સાથે વાત કરી છે અને સંપૂર્ણ તપાસ તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂૂરી પગલાં લેવાનો આદેશ આપ્યો છે.
અહેવાલ અનુસાર આરોપીઓએ યુવતીના પુરુષ મિત્રને બાંધી દીધો, તેની સાથે મારપીટ કરી અને તેઓ બંને તેમનું કહેલું નહીં માને તો બંનેના ફોટા પાડીને તેમને વાયરલ કરવાની ધમકી આપી હતી. આરોપીઓએ કથિત રીતે યુવતીને એક બાજુ લઈ જઈને તેના પર દુષ્કર્મ કર્યું અને પછી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા.
પોલીસે જણાવ્યું કે આરોપીઓએ યુવતીના મિત્રને દૂર ખેંચીને બાંધી દીધો હતો જ્યારે અન્ય લોકોએ વારાફરતી યુવતી પર દુષ્કર્મ કર્યું.