પેડાં ગેંગનો સાગરિત પાસા હેઠળ જેલમાં ધકેલાયો
રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશન પીઆઇ મયૂરધ્વજસિંહ સરવૈયા દ્વારા તાજેતરમાં ડિસેમ્બર 2024માં હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત આરોપી રાજપાલસિંહ ઉર્ફે રાજો જાડેજા વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવતા પોલીસ કમિશનર દ્વારા પાસા દરખાસ્ત મંજુર કરવામાં આવતા ભક્તિનગર પોલીસ ટિમ દ્વારા આરોપી રાજપાલસિંહ ઉર્ફે રાજો સુધીરસિંહ જાડેજા (ઉ.વ.25)ની અટકાયત કરી મહેસાણા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
આરોપી રાજપાલસિંહ ઉર્ફે રાજો સુધીરસિંહ જાડેજા (ઉ.વ.25) વિરુદ્ધ રાજકોટ શહેરમાં અલગ અલગ 15 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે જેમાં હત્યા, હત્યાની કોશિશ, પ્રોહિબિશન, મારામારી, શ્રુષ્ટિ વિરુધ્ધ કૃત્ય, જાનથી મારી નાખવા ધમકી સહીત ગુનાનો સમાવેશ થાય છે. આરોપી રાજપાલસિંહ ઉર્ફે રાજો પેંડા ગેંગનો સાગરીત છે જેને રાજકોટ શહેરમા વર્ષ 2016માં તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તરમાં પોલીસ કર્મચારી ભરતદાન ગઢવીની હત્યા નિપજાવી હતી.