સ્કૂલ સંચાલકના અંગત વીડિયો વાયરલ કરી ટોળકીએ 25 લાખ માગ્યા
કથિત પત્રકારોની ટોળકી બ્લેક મેઈલિંગ કરવા જતાં ફસાઈ, CCTV ઈન્સ્ટોલ કરનાર શખ્સોની પણ સંડોવણી
સાત વીડિયોમાંથી બે વીડિયો વાયરલ કરી ખંડણીની માગણી કરી, ક્રાઈમ બ્રાંચે ત્રણ શખ્સોની કરેલી ધરપકડ
શહેરના ગાંધીગ્રામ લાખના બંગલા પાસે આવેલી નિધી સ્કૂલના સંચાલકનો અંગત પડોના સાત જેટલા વિડિયો સીસીટીવી ઈન્સ્ટોલ કરનાર ગજેરા કોમ્પ્યુટરના કર્મચારીની મદદથી ચોરી કરી આ પૈકીના બે વિડિયો વાયરલ કરી અન્ય પાંચ વિડિયો વાયરલ નહીં કરવાની ધમકી આપી કથીત પત્રકારની ટોળકીએ રૂા.25 લાખની ખંડણી માંગી હતી. આ મામલે સ્કૂલના સંચાલકે ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરી જાણ કરતાં ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાયા બાદ રાતોરાત ગણતરીના કલાકોમાં ત્રણ પત્રકારો અને સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલનું કામ કરતી કંપનીના કર્મચારી મળી ચાર શખ્સોને ક્રાઈમ બ્રાંચે સકંજામાં લઈ વિશેષ પુછપરછ શરૂ કરી છે.
ગાંધીગ્રામમાં આવેલ ભારતી નગર શેરી નં.2 માં રહેતાં અને લાખના બંગલા પાસે નિધી સ્કૂલ ચલાવતાં યશપાલસિંહ સિંધુભા ચુડાસમા (ઉ.વ.47) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સોશ્યલ રિપોર્ટ નામનું સાંધ્ય દૈનિક ચલાવતાં આશિષ ડાભી તેની સાથેના એજાજ ગોરી અને ધર્મેશ દોશી તેમજ ભક્નિગર સર્કલ પાસે આવેલ ગજેરા કોમ્પ્યુટર નામની કંપનીના કર્મચારીનું નામ આપ્યું છે.
યશપાલસિંહને વ્હોટ્સએપ મેસેજ આવેલ જે જોતા સૌશીયલ રીપોર્ટ સાંધ્ય દૈનીકનો એક ફોટો હતો, જેમાં તેઓની સ્કુલની ચેમ્બરનો ફોટો હતો, જેમાં તેઓ અને તેમની સ્ત્રી મિત્ર આલીંગન અવસ્થામાં હોય તેવું દેખાતું હતું. જેની નીચે વિદ્યાના મંદીરને કલંકીત કરતો નરાધમ કોણ ? તેવું લખેલ હતું.
તેઓએ પોતાની રીતે તપાસ કરતા આ સોશીયલ રીપોર્ટ સાંધ્ય દૈનીક આશીષ ડાભી સંચાલીત છે, તેવું ધ્યાનમાં આવેલ, જેથી તેઓ ખુબ જ ડરી ગયેલ અને યશપાલસિંહ ચુડાસમાએ તેમના મિત્ર અનિરૂૂધ્ધભાઈ નકુમને ફોન કરી બદનામીથી બચાવવા કહેલ હતું. ત્યારબાદ સોશીયલ રીપોર્ટ સાંધ્ય દૈનીકની ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામની સાઈટ ઉપર આ ફોટો અપલોડ કરવામાં આવેલ હતો, બાદમાં અનિરૂૂધ્ધ નકુમએ બીજા દીવસે સવારે મળીને જણાવેલ કે, આશીષ ડાભી આવેલ હતો અને તેની પાસે આવા સાત વિડીયો છે, આ વિડીયો વાયરલ નહી કરવા પેટે તે રૂૂ.25 લાખની માંગણી કરે છે. આ વિડીયો બીજા લોકો પાસે છે, જે લોકો સામે બેસવાની ના પાડે છે. તેમજ કહેલ કે, મારા થકી આ મેટર પતી જશે, તમે જો આ રકમ તેને નહી આપો તો આ વિડીયો વાયરલ થઈ જશે તેમ જણાવેલ હતું. જેથી યશપાલસિંહ ખૂબ જ ગભરાય ગયેલ અને મનોમન આત્મહત્યા કરવાનું લાગી આવેલ હતું.
ત્યારબાદ યશપાલસિંહને તેમના મિત્ર સમર્પણ હોસ્પિટલ વાળા ધર્મેન્દ્રસિંહવાળાનો ફોન આવેલ કે, એજાજ તથા ધર્મેશ નામના વ્યક્તિઓએ પાસે તમારા વિડીયો હોવાની પોતાને વાત કરેલ છે. જેથી ફરીયાદીએ તેઓને આ વિડીયો વાળું પ્રકરણ પુરૂૂ કરાવવા કહેલ હતું.
યશપાલસિંહ તેમના મિત્ર ધર્મેન્દ્રસિંહ વાળા સાથે ફોનથી સતત સંપર્કમાં હોય તેઅને તેઓએ કહેલ કે, એજાજ તથા ધર્મેશ બન્ને મારી સાથે સંપર્કમાં છે, તેઓ બન્ને પૈસાની માંગણી કરે છે. જો આપણે તેઓને પૈસા આપી દેશું તો તેઓ આ વિડીયો વાયરલ નહી કરે અને આ પ્રકરણ પતી જશે, તેમજ તે લોકોએ તેવું પણ કહેલ છે કે, જો આ બાબતે પોલીસ કે અન્ય કોઈને વાત કરશો તો તમારૂૂ જીવવું મુશ્કેલ બની જશે તેવી વાત ક
આ ટોળકીએ કાવતરું રચી બદનામીનો ડર બતાવી 25 લાખની ખંડણીની રકમ પડાવવા માંગતા હોય તેવું લાગતું હતું.
તેઓની સ્કુલમાં જેતે વખતે સી.સી.ટી.વી. ફીટ કરનાર કંપનીનો માણસ જેની પાસે પાસવર્ડ હતા તે પાસવર્ડ તેઓની અજ્ઞાનતાના કારણે બદલાવેલ ન હતા, જેથી સીસીટીવી ફીટ કરનાર માણસએ સ્કુલની ચેમ્બરના સીસીટીવી વિડીયો મેળવી લઈ આરોપીઓ સાથે મળી બ્લેકમેઈલ કરી તેઓની પાસેથી મોટી રકમ પડાવવા અને તેઓની નીજી જીંદગીને લોકો સમક્ષ મુકી તેઓ અને તેમની શૈક્ષણીક સંસ્થાને બદનામ કરવા કાવતરું રચેલ છે.
બનાવ અંગે યશપાલસિંહની ફરીયાદ પરથી ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી.બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.એલ.ડામોર અને ટીમે તપાસ કરી રાતોરાત આ ટોળકીના મુખ્ય સૂત્રધાર આશિષ ડાભી, એજાજ ગોરી, ધર્મેશ દોશી અને સીસીટીવી ઈન્સ્ટોલ કરનાર ગજેરા કોમ્પ્યુટરના કર્મચારીને સકંજામાં લઈ વિશેષ તપાસ શરૂ કરી છે.
સીસીટીવી ઈન્સ્ટોલ કરતાં શખ્સે અનેક સંસ્થાના સીસીટીવી ફૂટેજ ચોરી કર્યાની શંકા
સ્કૂલમાં સીસીટીવી ઈન્સ્ટોલ કરનાર ભક્તિનગર સર્કલ પાસે આવેલ ગજેરા કોમ્પ્યુટર નામની કંપનીના કર્મચારીની સંડોવણી હોય તેણે જ શાળાના સંચાલકે પાસવર્ડ નહીં બદલતાં સીસીટીવી ચોરી કર્યા હતાં. આ કંપનીના સંચાલકે રાજકોટની અનેક સંસ્થાઓના સીસીટીવી કેમેરા ચોરી કર્યાનું મોટુ રેકેટ તપાસમાં બહાર આવી શકે છે. ભૂતકાળમાં રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલનાં દર્દીઓના સારવાર કરતાં વિડિયો વાયરલ થયા હતાં. જે મામલે મોટા કૌભાંડ બહાર આવ્યા હોય હવે આ પ્રકરણમાં પણ તપાસમાં ગજેરા કોમ્પ્યુટર નામની કંપનીના કર્મચારીની પુછપરછમાં અનેક સંસ્થાઓના સીસીટીવી એકસેસ પોતે મેળવી આવા ફુટેજ ચોરી કરી તે કથીત પત્રકાર ટોળકીને આપતો હતો અને આ ટોળકી તોડ કરતી હોય આ પ્રકરણની તપાસમાં હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે.