For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારી કચેરીઓમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ

12:04 PM Mar 15, 2025 IST | Bhumika
સરકારી કચેરીઓમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ

ગુજરાતાના અલગ-અલગ જીલ્લાઓમાં ઇજગઈં ટેલીફોન એક્સચેન્જ ની સરકારી ઓફીસોમા ઘરફોડ ચોરી કરતી અને ચોરીના ગુન્હામા સંડોવાયેલ ગેંગના પાંચ સભ્યોને ઇજગક ટેલીફોન એક્સચેન્જની સર્કીટ તથા ઇલેક્ટ્રીક કાર્ડ સહીત કુલ કિ.રૂૂ.11,59,695/- ના મુદામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી અમરેલી પોલીસે કરી અનેક ચોરીઓનો ભેદ ઉકેલ્યો હતો.

Advertisement

રાજુલા ટાઉનમાં આવેલ ઇજગક ટેલીફોન એક્સચેન્જ તા.06/03/2025 ના રોજ અજાણ્યા ઇસમો રાત્રીના એકસ્ચેન્જમા પ્રવેશ કરી અને એક્સચેન્જ ની સર્કીટ તથા ઇઝજ કાર્ડ તથા કોપર વાયર ની ચોરીનો બનાવ બનેલ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે ના પોલીસ ઇન્સપેક્ટરથી એ.ડી.ચાવડા એ સદરહુ અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગેન્હાને ડીટેકટ કરવા સુચના આપેલ હોય.

જે અન્વયે રાજુલા પો.સ્ટે ની સર્વેબન્સ ટીમ દ્વારા ટેકનીકલ તથા હયુમ્ન સોર્સ આધારે તથા નેત્રમ કમાન્ડ કેટ્રોલ અમરેલી તથા ત્રીનેત્રમ ગાંધીનગર ની મદદ સદરહુ ગુન્હામાં સંડોવાયેલ ત્રણ આરોપીને પકડી પાડેલ તેમજ અન્ય ત્રણ ઇસમોને પણ પકડી પાડેલ અને છ ઇસમોની સઘન પુછપરછ કરતા ત્રણ ઇસમોએ રાજુલા તથા બઢડા ખાતે તથા અન્ય ત્રણ ઇસમો એ ચલાલા ખાતે ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ અને અન્ય જીલ્લાઓમા પણ ચોરી કરેલાનુ કબુલાત કરેલ અને પકડાયેલ ઇસમો પાસેથી ચોરીમા ઉપયોગમા લીધેલ વાહન તથા ચોરી કરેલ મુદામાલમા અલગ અલગ સર્કીટો તથા ઇઝજ કાર્ડ અને કોપર કેબલ સહીતનો કુલ કિ.રૂૂ.11,59,695/- નો મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જેમાં (1) અર્જુનભાઇ રૂૂપેશભાઇ પરમાર ઉ.વ.24, (2) મેહુલ ઉર્ફે ઘુસો મુકેશભાઈ ચુડાસમા ઉ.વ.19, (3) ભરત ઉર્ફે પોંચુ રાજેન્દ્રભાઈ મકવાણા ઉ.વ.19, (4) પકેશભાઇ ઉર્ફે પંકજ મુકેશભાઈ ચુડાસમા ઉ.વ.22, (5) મુકેશભાઇ કાળાભાઇ રાઠોડ ઉ.વ.22, (5) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કીશોર સહિતનાની ધરપકડ કરી હતી. બીએસએનએલ ટેલીફોન એક્સચેન્જ ની અલગ અલગ સર્કીટો તથા ઇઝજ કાર્ડ તથા અલગ અલગ ટેલીફોન એક્સચેન્જ ના સધનોના મળી કુલ રૂૂ.4,97,626 /- તથા એન્ડ્રોઇડ ફોન -01 કી.રૂૂ.12,000/- તથા મહીન્દ્રા કંપનીની ડઞટ 500 જેના રજી.નં. GJ-36-F 7001 જેની કી.રૂૂ.6,50,000/- મળી કુલ રૂૂ.11,50,695/- નો મુદામાલ જપ્ત કર્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement