ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ-જેતપુર હાઇવે ઉપર મુસાફરોના રોકડ-મોબાઇલ ચોરી કરતી ટોળકી ઝડપાઇ

11:28 AM Apr 12, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાજકોટ જેતપુર નેશનલ હાઇવે રોડ ઉપર આવતા જતા પેસેન્જરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી રોકડ રકમની ચોરી કરનાર ત્રણ શખ્સોને ગોંડલની સુરેશ્વર ચોકડી પાસેથી ઈગૠ રીક્ષા સહિત ઝડપી પાડ્યા હતા. ત્રણેય શખ્સો એક સાથે મળી રાજકોટ જેતપુર નેશનલ હાઇવે રોડ ઉપર આવતા જતા પેસેન્જરોને રીક્ષામાં બેસાડતા જેમાં એક રીક્ષા ચલાવતો અને અન્ય બે લોકો રિક્ષામાં બેસતા ત્યારે પેસેન્જર ઉપર ઉલટી કરવાના બહાના કરી પેસેન્જરની નજર ચુકવી પેસેન્જરના ખીસ્સામાંથી પાકીટ તથા રોકડા રૂૂપીયાની ચોરી કરી લેતા હતા પકડાયેલા ત્રણ શખ્સો રાજકોટ, અમદાવાદ, મોરબી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, સહિતના શહેરો અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ચોપડે અનેક ગુન્હામાં ચડી ચુક્યા છે. રાજકોટના સાવનભાઇ મગનભાઇ ગળચરે 10 એપ્રિલે એસ.ટી. બસમાં રાજકોટ થી ગોંડલ પોતાના કામ અર્થે આવેલ અને આશાપુરા ચોકડી ખાતે ઉતરીને એક સી.એન.જી. રીક્ષામાં બેસીને ગુંદાળા ચોકડી જતા હોય તે વખતે ચાલુ રીક્ષામાં પોતાનુ પર્સની ચોરી થયેલની ફરિયાદ કરતા ગોંડલ બી ડિવિઝન પોલીસના પીઆઇ જે.પી.ગોસાઇ અને સવેલન્સ સ્ટાફે અલગ અલગ સી.સી.ટી.વી. કેમેરાના આધારે 3 શંકાસ્પદ શખ્સોને પકડી પૂછપરછ કરતા ચોરી કરીની કબૂલાત કરતા ત્રણેય શખ્સો પાસેથી રોકડ રૂૂ. 14,130/- અને એક સી.એન.જી. રીક્ષા GJ03CT 2361 નંબરની કિં. રૂૂ 50,000/- સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલ શખ્સો નીલેશ ઉર્ફે રણજીત ઉર્ફે કાલી ભુપતભાઇ ગેડાણી (રહે. રાજકોટ પોપટપરા બસ સ્ટેન્ડ ની પાસે), ધનજી ઉર્ફે ધનો ઝાડીયો ઉર્ફે કાળો ચોર દેવજીભાઇ ગેડાણી (રહે. રાજકોટ મોચીબજાર પુલ નીચે) અને અજયસિંહ ઉર્ફે અજુનસિંહ ભીખુભા સોઢા (રહે. પાળપીપળીયા અવધ રેસીડેન્સી)ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ચોર ગેંગને પકડવા રાજકોટ રૂૂરલ SP હિમકરસિંહ ની સૂચનાથી ગોંડલ DYSP કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ શહેર PI જે.પી.ગોસાઇ, જૂનાગઢ કમાન્ડ ક્ધટ્રોલ PSI પી.એચ.મશરૂૂ, ગોંડલ શહેર PSI જે.એલ.ઝાલા, અજઈં રમેશભાઇ પરમાર, હેડ.કોન્સ મદનસિંહ ચૌહાણ, શકિતસિંહ જાડેજા, ઓમદેવસિંહ, સુરપાલસિંહ સહિતની ટીમે કામગીરી કરી હતી.

Advertisement

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement