For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

32 લાખની લૂંટમાં પકડાયેલ ટોળકી જેલ હવાલે

04:13 PM Oct 11, 2025 IST | Bhumika
32 લાખની લૂંટમાં પકડાયેલ ટોળકી જેલ હવાલે

બોગસ બિલીંગના વહીવટમાં બાકી રહેતી રકમ માટે બનેલી લૂંટની ઘટનામાં વેપારી શૈલેષ દલસાણિયાની પૂછપરછ

Advertisement

શહેરમાં રેસકોર્ષમાં વેપારી સમીર રશ્મીકાંતભાઈ પંડ્યાને પોલીસની ઓળખ આપી રૂૂ.32 લાખની લુંટની ચર્ચાસ્પદ ઘટનામાં પ્કાયેલ જામનગર રોડ સાંઢીયા પૂલ પાસે હુડકો ક્વાટર શેરી નં 1 ક્વાટર નં 14 માં રહેતા ટીઆરબી જવાન સાહબાજ ઈસ્માઈલભાઈ મોટાણી (ઉ.વ.ર9),જામનગર રોડ પરસાણા નગર શેરી નં 6/7 નો ખુણે રહેતા અતીક દોસ્ત મહમદભાઈ સુમરા (ઉ.વ.19) જામનગર રોડ સલ્મ ક્વાટર કવાટર નં 150માં રહેતા મહેશ ખોડાભાઈ વાઘેલા (ઉ.વ.19), જંકશન પ્લોટ રેફ્યુજી કોલોની જલારામ બેકરી ની સામેની શેરીમાં રહેતા દાનીશ ઈબ્રાહીમભાઈ શેખ (ઉ.વ.20)ની ધરપકડ બાદ આ ઘટનામાં ઇમ્પોર્ટ એક્ષપોર્ટનો વ્યવસાય કરતા નાના મૌવા રોડ એલીના એલીગન્સ એપાર્ટમેન્ટ, ફલેટ નં.301, સીલ્વર ગોલ્ડ સોસાયટીમાં રહેતા નીશાંત અશોકભાઇ બોરસદીયા (ઉવ.24), ખોડીયારનગર, શેરી નં.4, સહકાર મે.રોડ, જયેશભાઇ ટાંકના મકાનમાં ભાડેથી રહેતા જોકર ગાંઠિયાવાળા અમીત ઉર્ફે કાનો સુરેશભાઈ ઉનડકટ (ઉવ.33), કાલાવડના કોઠાભાડુકીયાના તુષાર ઉર્ફે વિક્રમ ભરતભાઇ કામાણી, બજરંગ રેસીડન્સી રાજકોટ રહેતા ઉયદભાઇ વિક્રમભાઇ ગરણીયા (ઉવ. 20)ની ધરપકડ કરી હતી. તપાસ બાદ તમામ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

પ્ર.નગરના પી.આઈ વી.આર.વસાવા અને તેમની ટીમે કરેલી તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે, લુંટમાં ભોગ બનનાર ભાવેશભાઈ અને તેના મિત્ર શૈલેશભાઈ દલસાણીયા અને નિશાંત ભાઈ અનાજ,કપાસ સહીતના લે-વેચનો ધંધો કરતા હોય અને ત્રણેય મિત્રો હોય અવાર નવાર પૈસાના વ્યવાહાર પણ કરતા હોય તેમજ ભાવેશભાઈનો ધંધો નિશાંત બોરસદીયા સંભાળતો હોય જેથી ભાવેશભાઈના એકાઉન્ટન્ટમાંથી 60 લાખ શૈલેશભાઈએ ઉપાડયા હતા જેના હજુ 25 લાખ આપવાના હોય હતા.

Advertisement

દરમ્યાન સમીરભાઈએ શૈલેશભાઈ પાસે વેપારના 32 લાખ લેવાના હોય જેથી અને જે નાણા નિશાંતભાઈ પાસેથી ધંધાના લેવાના હતા જેથી નિશાંતએ ટીઆરબી જવાન સહીતનાઓએ પ્લાન બનાવ્યો હતો અને લૂંટને અંજામ આપ્યો હતો. આ મામલે ધરપકડ બાદ ટોળકીના આઠ સભ્યોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. સમીરભાઈ પાસેથી 32 લાખના થેલાની પોલીસની ઓળખ આપી ટીઆરબી જવાન શાહરૂૂખ મોટાણી, દાનીશ શેખ અતીક સુમરા અને મહેશ વાઘેલાએ લુંટ ચલાવી હતી જેમા થેલામાંથી મહેશએ બારોબાર 11 લાખની રોકડ કાઢી લીધી હતી જે તપાસમાં બહાર આવતા પોલીસે મહેશના ઘેરમાંથી 11 લાખ કબજે કર્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement