ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં કૂટણખાનું ઝડપાયું, 10ની ધરપકડ

04:20 PM Jun 03, 2025 IST | Bhumika
Advertisement

સ્પા અને મસાજ સેન્ટરના નામે ચાલતી દેહવ્યાપારની પ્રવૃત્તિ હવે સુરતમાં હવે આગળ વધી ઔદ્યોગિક વિસ્તારના કારખાનામાં પહોંચી ગઈ છે. વરાછામાં એમ્બ્રોઇડરીના કારખાનામાં કૂટણખાનું પકડાયું હતું, તેમાંથી 6 ગ્રાહકો અને ચાર લલના સહિત 10 ઝડપાયા હતા.

Advertisement

પોલીસના જણાવ્યા મુજબ, સુરતના વરાછા વિસ્તારમાં કૂટણખાનું ચાલતુ હોવાની પોલીસને બાતમી મળી હતી, જેના આધારે દરોડા પાડીને એમ્બ્રોઈડરી યુનિટના કારખાનામાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે 1 સંચાલિકા, 3 લલના અને 6 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા.

વરાછા પોલીસના કહેવા પ્રમાણે ઘનશ્યામ નગર ખાતે આવેલા એક એમ્બ્રોઈડરી યુનિટમાં સોમવાર (2 મે)ના રોજ પોલીસ દ્વારા દરોડા પાડતાં કૂટણખાનું ઝડપાયું હતું. નાના ઉદ્યોગો ધરાવતા ઘનશ્યામ નગર વિસ્તારમાં જ્યાં એમ્બ્રોઈડરીના અનેક યુનિટ્સ આવેલા છે અને ત્યાં કામ કરતાં કામદારો સહિતના લોકોને રહેવા માટેના રહેણાંક મકાનો પણ છે. રહેણાંક અને ઔદ્યોગિક પ્રવૃત્તિની ગતિવિધિ ધરાવતા આ વિસ્તારમાં ઘણી ગેરકાયદે પ્રવૃતિઓ ચાલતી હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે. એટલે બાતમીદારોને એક્ટિવ કરીને વરાછા પોલીસે બાતમીના આધારે એમ્બ્રોઈડરી યુનિટના કારખાનામાં દરોડા પાડીને ચાલતાઆ કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો.

Tags :
crimegujaratgujarat newssuratsurat news
Advertisement
Next Article
Advertisement