ઉપલેટાના મુરખડાના ગોડાઉનમાં 280 ગુણી મગફળીની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ
ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ ટ્રક અને કારના નંબરના આધારે ગ્રામ્ય એલસીબીએ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો
ઉપલેટા પોરબંદર નેશનલ હાઇવે રોડ પર મુરખડા ગામના પાટીયા પાસે આવેલ દેસાઇ ઇન્ડસટ્રીઝના ગોડાઉનનુ તાળુ તોડી ગોડાઉનમા રાખેલ 280 ગુણી મગફળીની થયલી ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી નાખી ગોડાઉનમાં અગાઉ નોકરી કરતા મહેતાજી સહીત 4ની ધરપકડ કરી રૂૂ.18.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. શેઠ સાથે માથાકૂટ થતા નોકરીમાંથી કાઢી મુકાયેલ મેતાજીએ બદલો લેવા મગફળીની ચોરી કરી તે મગફળી જામનગરના ઇન્ડીયન મીલમા વેચી નાખ્યાની કબુલાત આપી હતી.
મળતી વિગતો મુજબ ગત તા 16/07/2025 ના રોજ ઉપલેટા પોરબંદર નેશનલ હાઇવે રોડ પર મુરખડા ગામના પાટીયા પાસે આવેલ દેસાઇ ઇન્ડસટ્રીઝના ગોડાઉનનુ તાળુ તોડી ગોડાઉનમા રાખેલ 280 ગુણી મગફળીની ચોરી થઇ હતી જે અંગે ઉપલેટા જનકપુરી સોસાયટીમાં રહેતા યોગેશ ધીરજલાલ દેસાઇએ ફરીયાદ નોંધવી હતી. ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આ ચોરીનો ભેદ ઉકેલવા ઉપરોક્ત રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહે આ અંગેની તપાસ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ને સોપી હતી.
રાજકોટ ગ્રામ્ય એલસીબીના પી.આઈ વી.વી.ઓડેદરા અને તેમની ટીમે ગુન્હામા ઉપયોગમા લેધેલ ટ્રક નંબર જીજે 02 ઝેડ 0336 તેમજ જીજે 01 કેવી 6092 નંબરન બલેનો અને જીજે10 ઈડી 5466 નંબરના મોટરસાયકલ અંગે તપાસ કરી તેનીઓળખ કરી 280 ગુણી મગફળી ચોરી કરનાર પૂર્વ મેતાજી જામનગરના લાલપુરના બાબરીયાના વતની અને હાલ ઉપલેટા ભાયાવદર હોળીધાર રહેતા સીકંદર ઉર્ફ સીકલો ઇસ્માઇલભાઇ સમા ઉપરાંત જામનગરના લાલપુરના ગજેણાના વતની અને હાલ કાલાવડ ઝમઝમ પાર્કમાં રહેતા ઇમરાન કાસમભાઇ હમીરાણી, જામનગર બેડેશ્વર વિસ્તાર પાણાખાણમાં રહેતા આશીફ કાસમભાઇ હમીરાણી અને જામનગરના જોડીયા ભુંગાના મોહસીન ઇબ્રમહીમભાઇ નંગામરાની ધરપકડ કરી રૂૂ.2.36 લાખ રોકડ સાથે 10 લાખનો ટ્રક,કાર અને મોટરસાયકલ સહીત 18.45 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. રાજકોટ એલ.સી.બી.ના પી.આઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહીલ તથા એ.એસ.આઇ બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, અનિલભાઇ બડદોકીયા, શક્તિસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા,અરવિંદસિંહ જાડેજા,કૌશીકભાઇ જોષી,મીરલભાઇ ચંદ્રવાડીયા, દીવ્યેશભાઇ સુવા, નીલેશભાઇ ડાંગર, હરેશભાઇ પરમાર, રાજુભાળ સાંબડા,અબ્દુલભાઇ શેખે કામગીરી કરી હતી.
નોકરીમાંથી કાઢી મુકેલા મેતાજીએ બદલો લેવા મિત્રો સાથે મળી ચોરીનો પ્લાન બનાવ્યો
280 ગુણી મગફળીમાં પકડાયેલ ભાયાવદરનો સીકંદર ઉર્ફ સીકલો ઇસ્માઇલભાઇ સમા અગાઉ દેસાઇ ઇન્ડસટ્રીઝમા મહેતાજી તરીકે નોકરી કરતો હોય, પરંતુ દોઢેક મહીના પહેલા કોઇ કારણસર પોતાના શેઠ યોગેશભાઇ સાથે મનદૂખ થતા શેઠે પોતાને નોકરીમાંથી કાઢી મુકેલ હોય જેનો ખાર રાખી બદલો લેવા તેને પોતાના મિત્રો સાથે મળી ગોડાઉન માંથી મગફળી ચોરીનો પ્લાન બનાવ્યો હતો. સીકંદરે પોતાના ઉપરોક્ત મિત્રોને સાથે રાખી ગોડાઉનમાંથી મગફળીની ચોરી કરી મગફળી જામનગર ખાતે ઇન્ડીયન મીલમા વેચી નાખી હતી.