ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધોરાજી અને જૂનાગઢની ફાઈનાન્સ કંપની સાથે રૂા.2.49 લાખની છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો

12:03 PM Jan 27, 2025 IST | Bhumika
featuredImage featuredImage
oplus_0
Advertisement

ધોરાજીની મણપ્પુરમ ફાઈનાન્સ શાખા માંથી રૂૂ.1.25 લાખ અને તેમજ જૂનાગઢની આઈ.આઈ. એફ.એલ શાખામાંથી રૂૂ.1.24 લાખની ધોરાજીના શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં જૂનાગઢથી ઝડપી લીધો હતો.ગોલ્ડ લોન આપતી કંપનીમાં જઈ તેની પાસે ગ્રામ સોનું જે એચડીએફસી બેન્કમાં ઉંચા દરે ગીરવે હોય તેને તેમની કંપનીમાં ગીરવે મુકવા માટે અલગ-અલગ કંપનીમાંથી રોકડા રૂૂપીયાની લઈ ગોલ્ડલોન ભરપાઈ કરી ગોલ્ડ તેમની કંપનીમાં મુકવા માટે વિશ્વાસમાં લઈ રોકડા રૂૂપીયા લઈ રૂૂ.2.49 લાખની છેતરપીંડીં કરનાર શખ્સ ધોરાજીના ઉપલેટા રોડ નળીયા કોલોનીમાં રેહતા ઇમરાન અલ્લારખાભાઈ ચૌહાણ સામે ગુનો નોંધાયો હતો.

Advertisement

મણપ્પુરમ બેંકના મેનેજર રાહુલ ધનજીભાઈ ધરજીયાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ઈમરાને જુનાગઢ ખાતે પોતાનું 26.1 ગ્રામ સોનું ગીરવે મુકી રૂૂ. 1,25,000 ની ગોલ્ડ લોન મેળવેલ. ત્યારબાદ મણપ્પુરમ બેંકમાં બ્રાન્ચ મેનેજરનો ઈમરાને સંપર્ક કરી ગોલ્ડ લોનનો ફાઈલ ચાર્જ વધુ હોવાનું જણાવી મણપ્પુરમ ફાઈનાન્સ બેંકમાં તે જ 26.1 ગ્રામ ગોલ્ડ એચડીએફસી બેંક જુનાગઢ ખાતેથી પરત મેળવી મણપ્પુરમ ફાઈનાન્સ બેંકમાં ધિરાણ કરવું છે તેમ કહી બેંક મેનેજરને વિશ્વાસમાં લઈ ઈમરાને પોતાના એકાઉન્ટમાં રૂૂ.1,25,000 ની ગોલ્ડ લોનના નાણાં ટ્રાન્સફર કરાવી લઈ 26.1 ગ્રામ ગોલ્ડ જમા કરાવ્યા વગર છેતરપીડી કરી હતી.

તેના સામે ફરિયાદ નોંધાયા બાદ જાણવા મળ્યું કે, ઈમરાને આ જ મોડસ ઓપરેન્ડી પ્રમાણે જુનાગઢની આઈઆઈ એફએલ કંપની મોતીબાગ શાખા સાથે આ જ રીતની પદ્ધતિ અપનાવી રૂૂ.1,24,852ની છેતરપીંડી કરી હતી. ઇમરાને કુલ રૂૂ.2,49,852 ની ગોલ્ડ લોનની રકમ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લઇ છેતરપીડી કરેલ હોય ધોરાજી પોલીસે ઇમરાનને ઝડપી લીધો હતો.રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તેમજ જીલ્લા પોલીસ અધીક્ષક હિમકર સિંહ, મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્રાજ માર્ગદર્શન હેઠળ ધોરાજી પોલીસ સ્ટેશનના પી.આઈ આર.જે.ગોધમ સાથે પી.એસ.આઈ પી.કે.ગોહિલની ટીમે કામગીરી કરી હતી.

Tags :
crimeDhoraji and JunagadhDhoraji and Junagadh newsgujarar newsgujarat
Advertisement
Advertisement