ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગાંધીનગરના રૂપિયા 19 કરોડના ડિઝિટલ એરેસ્ટનું રાજકોટમાં પગેરૂ, બેંક ખાતા આપનાર બે શખ્સો ઝડપાયા

05:44 PM Aug 01, 2025 IST | Bhumika
Advertisement

ગાંધીનગરના મહિલા ગાયનેકોલોજીસ્ટને ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને કમ્બોડિયાની ગેંગ દ્વારા 19.14 કરોડ પડાવી દેશનું સૌથી મોટું સાયબર ફ્રોડ આચાવાના ગુન્હામાં સ્ટેટ સાયબરની ટીમને રાજકોટનું પગેરું મળતા રાજકોટ તપાસ અર્થે આવેલી ટીમે શહેર એસઓજીને સાથે રાખી રાજકોટથી બે શખ્સોને ઉઠાવી લઇ પુછપરછ માટે ગાંધીનગર લઇ જવામાં આવ્યા છે.રાજકોટના આ બન્ને શખ્સોની પુછપરછમાં આ સ્થાનિક અને વિદેશી ગેંગના સાઈબર માફિયા સુધી પહોચવામાં મહત્વની વિગતો મળે તેવી શક્યતા છે.

Advertisement

મળતી વિગતો મુજબ મહિલા તબીબને સતત ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને અને સતત પીછો કરવામાં આવતો હતો. મહિલા તબીબને તમારા ફોનથી લોકોને વાંધાજનક મેસેજ કરવામા આવ્યા છે અને જે પોસ્ટ કરો છો તે વાંધાજનક હોવાથી ગુનો નોંધાયો છે અને તમારી ધરપકડ કરવામાં આવશે. કહી પોલીસ અને વકીલ તરીકે ખોટી ઓળખ આપી ધમકી અપાઈ હતી. મહિલા તબીબને કમ્બોડિયાની આ ચીટર ગેંગની વાતોથી એટલી હદે ડરાવ્યા કે તેમણે પોતાની પાસેથી રોકડ આપ્યા પછી દાગીના વેચ્યા, એફ.ડી. તોડી, શેર વેચી અને લોન લઈને પણ આ ટોળકીના કુલ 35 બેન્ક ખાતાંઓમાં રૂૂ.19.14 કરોડ જેટલી રકમ ટ્રાન્સફર કરી.દેશના સૌથી મોટા અને સૌથી વધુ સમય ડીજીટલ એરેસ્ટના આ કેસમાં સ્ટેટ સાયબર ક્રાઈમ સેલે 16 જુલાઈએ ફરિયાદ નોંધ્યા બાદ તપાસ કરી તપાસ કરતા 1 કરોડની રકમ સુરતના વલથાણમાં રહેતા લાલજી બલદાણીયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હોવાનું જાણવા મળ્યા બાદ તેની ધરપકડ કરી છે.

રત્ન કલાકાર લાલજીએ પાચ ટકા કમિશન માટે ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગના સાગરિતોને તેનું બેન્ક એકાઉન્ટ ભાડેથી આપ્યું હતું. જેમાં અગાઉ પણ મોટા પ્રમાણમાં આર્થિક વ્યવહાર થયા હતા. ગુજરાતમાં 19.14 કરોડની રકમ પડાવાયાનો સૌથી મોટો અને લાંબો સમય ડિજિટલ એરેસ્ટનો દેશનો પ્રથમ કેસ નોંધાયો હતો.

સ્ટેટ સાયબર ક્રાઈમ સેલની તપાસમાં આ કેસની તપાસનું પગેરૂૂ રાજકોટ તરફ નીકળ્યું હતું. સ્ટેટ સાયબર ક્રાઈમ સેલની એક ટીમ રાજકોટ દોડી આવી હતી અને શહેર એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ સયુક્ત ઓપરેશન હાથ ધરી આ 19.14 કરોડના ડીજીટલ એરેસ્ટ કેસમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતા ઈમ્બ્રાહીમ રાજ સુમરા અને જીવરાજ પાર્ક માં રહેતા નીલેશ જમન રાંકની ધરપકડ કરી હતી. આ બન્ને શખ્સોના એકાઉન્ટમાં પણ ફ્રોડ ની રકમ જમા થઇ હતી જેની 19.14 કરોડ અલગ અલગ 25 એકાઉન્ટમાં જમા થયા બાદ આ 25 એકાઉન્ટમથી 2500 જેટલા એકાઉન્ટમાં આ રકમ ટ્રાન્સફર થઇ હોવાનું સામે આવ્યું છે.

Tags :
GANDHINAGARGANDHINAGAR NEWSgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement