ગાંધીનગર નશાબંધી વિભાગના ના. નિયામક સામે 1000 કરોડના ભ્રસ્ટાચારનો આક્ષેપ
ગુજરાતના ગાંધીનગર નશાબંધી વિભાગના નાયબ નિયામક કેતન દેસાઈ પર બનાસકાંઠાના ભાજપ નેતા મહેશ દવે દ્વારા રૂ. 1000 કરોડથી વધુના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. આ આક્ષેપો અનુસાર, દેસાઈએ પોતાના અંગત ફાયદા માટે મોલાસીસના વેપારીઓને ગેરકાયદે લાભ પહોંચાડી સરકારની આવકને મોટું નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટનાએ રાજ્યના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે.
મહેશ દવેના જણાવ્યા અનુસાર, કેતન દેસાઈએ બનાસકાંઠાની સરહદ પરથી મોલાસીસના ટેન્કરોને ગેરકાયદેસર રીતે પસાર થવા દઈને સરકારની આવકને રૂ. 1000 કરોડથી વધુનું નુકસાન પહોંચાડ્યું છે.
આ ઉપરાંત, મોલાસીસના સ્ટોરેજ અને સપ્લાય સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરીને દેસાઈએ મોટું કૌભાંડ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ આક્ષેપોમાં એવો પણ દાવો છે કે દેસાઈએ મોલાસીસના વેપારીઓ સાથે મળીને ગેરકાયદેસર નાણાકીય લાભ મેળવ્યો, જેથી સરકારની રેવન્યુ આવકને ભારે નુકસાન થયું.
મહેશ દવેએ આ મામલે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને IAS અધિકારી એમ. કે. દાસને લેખિત અરજી કરી, આ ગંભીર આક્ષેપોની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
તેમણે ઓપરેશન ગંગાજળ હેઠળ ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ, વરિષ્ઠ ઈંઅજ અધિકારી અને એન્ટી-કરપ્શન બ્યુરો (IAS )ના IPS પોલીસ અધિકારીની સમિતિ દ્વારા વિગતવાર તપાસની માંગ કરી છે. દવેએ આ મામલે ગાંધીનગરથી લઈને દિલ્હી સુધીના ઉચ્ચ અધિકારીઓને અરજીઓ કરી ઊંડાણપૂર્વક તપાસની જરૂૂરિયાત પર ભાર મૂક્યો છે.