રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં જુગારની મોસમ ખીલી : 11 સ્થળેથી 59 ઝડપાયા

11:42 AM Aug 12, 2024 IST | admin
Advertisement

પાટણવાવ, જેતપુર, ભાયાવદર, ગોંડલ, પડધરી, જામકંડોરણા, જસદણ અને લોધિકા પંથકમાં પોલીસના દરોડા : 6.64 લાખનો મુદ્દામાલ જપ્ત

Advertisement

તહેવારો નજીક આવતાં રાજકોટ પંથકમાં શ્રાવણીયા જુગારની મોસમ ખીલી હોય તેમ પોલીસે પાટણવાવ, જેતપુર, ભાયાવદર, ગોંડલ, પડધરી, જામકંડોરણા, જસદણ અને લોધિકા પંથકમાં જુદા જુદા 11 સ્થળોએ દરોડા પાડયા હતાં. દરોડા દરમિયાન જુગાર રમતી મહિલા સહિત 59 પત્તા પ્રેમીને પોલીસે ઝડપી લીધા હતાં. પોલીસની રેડ દરમ્યાન ચાર આરોપી નાસી છુટયા હતાં. પોલીસે જુગારના પટ્ટમાં રહેલ રૂા.6,64,130નો મુદ્દામાલ કબજે કરી જૂુગાર રમતા ઝડપાયેલા સકુનીઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી છે.

આ બનાવ અંગે મળતી વિગત મુજબ પાટણવાવના ભાદાઝાળીયા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પાટણવાવ પોલીસે દરોડો પાડી જુગાર રમતાં દુદાભાઈ પુનાભાઈ ગજેરા, હિતેશ કરશનભાઈ ડાકી, સાગર પ્રભુભાઈ પાનસરા, રમેશ ઉર્ફે સંજય શંકરભાઈ હાંડા અને હરેશ શામત વાસણને ઝડપી લીધા હતાં. પોલીસે જુગારના પટ્ટમાંથી રૂા.18,880ની રોકડ કબજે કરી હતી.

પાટણવાવ પોલીસે બીજા દરોડામાં બાતમીના આધારે લાઠ ગામે દરોડો પાડયો હતો. જેમાં પત્તા ટીચતા નરેન્દ્રસિંહ ઉર્ફે લાલો હરૂભા વાઘેલા, વિરભદ્રસિંહ વિક્રમસિંહ વાઘેલા, રામજી લવજીભાઈ ડાભી, ભુપત બચુભાઈ ડાભી, મહેશ ધીરૂભાઈ ડાભી, બાવનજી ભગાભાઈ ડાભી અને ચંદ્રસિંહ પ્રવિણભાઈ જાડેજાને રૂા.4130ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજા દરોડામાં જેતપુર પોલીસે જેતપુરમાં આવેલ ભોજાધાર વિસ્તારમાં જુગાર રમતા મનીષ ઘોહાભાઈ ભાલીયા, અને પ્રિન્સ સુરેશભાઈ જેઠવાને ઝડપી લીધા હતાં. જ્યારે નિમુબેન કેશુભાઈ ભેડા, કુસુમબેન કાંતિભાઈ સિહોરા, મનીષાબેન રોહિતભાઈ ભેડા, અસ્મિતાબેન રોહિતભાઈ બાવાજીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
જેતપુર પોલીસે નવાગઢ ગામે ચોથો દરોડો પાડી પત્તા ટીચતા ભુપત સીદીભાઈ ધોળકીયા, નિકુલ મુમાભાઈ અખીયાણી અને ભાવેશ રમેશભાઈ ગોવાણીને રૂા.5,250ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. પાંચમાં દરોડામાં જેતપુર પોલીસે અમરનગર રોડ ઉપર જુગાર રમતા પ્રકાશભાઈ મહેશભાઈ પાંભર, ભાવેશ મુકેશભાઈ પીઠવા અને હાર્દિક રામજીભાઈ પાંભરને ઝડપી લીધા હતા અને જુગારના પટ્ટમાં રહેલી રોકડ સહિત 60,230નો મુદ્ધામાલ કબજે કર્યો હતો.

છઠ્ઠા દરોડામાં ભાયાવદર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી. રેડ દરમિયાન પત્તા ટીચતા સુરેશ મગનભાઈ પરમાર ખીમજી જીકાભાઈ ખાંભલા, અજય મનસુખભાઈ ગોહેલ અને કલ્પેશ રાજેશભાઈ સાથળીયાને ઝડપી લઈ રૂા.19820ની રોકડ કબજે કરી હતી.

સાતમાં દરોડામાં પડધરીના મોવીયા ગામે રસીક થોભણભાઈ ભોરણીયાની વાડીમાં રાજકોટથી અનેક લોકો જુગાર રમવા આવ્યા હોવાની બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી અને પત્તા ટીચતા રસિક થોભણ ભોરણીયા, અનિલ ધનજી રંગપરીયા, કિશન વસંત ભોરણીયા, રજનીકાંત મગનભાઈ ઘેટીયા, સાવન હરેશભાઈ ચાપાણી, રાજ ચમનભાઈ ભોરણીયા, પ્રતેશ બાબુભાઈ ભોરણીયા અને કૃણાલ કરશનભાઈ બુટાણીને ઝડપી લીધા હતાં. પોલીસે રોકડ આઠ મોબાઈલ અને બે વાહન મળી રૂા.5,14,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આઠમાં દરોડામાં ગોંડલના ગોમટા ગામે બાંદરા ગામની વીડીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગોંડલ પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા કિશાન મોહનભાઈ માકડીયા, નિતીન હંસરાજભાઈ કાલરીયા, ચંદુ હરિભાઈ ભાલોડિયા, મસરૂભાઈ ઉર્ફે લાલો ઘુસાભાઈ ચાવડીયા, દિનેશ મનસુખભાઈ આસોડીયા, જેહા ભાણાભાઈ ભીલ અને કાળુ ઉર્ફે કાળીયા દલસિંગભાઈ હટીલા રૂા.14,230ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. નવમાં દરોડામાં જામકંડોરણાના આચવડ ગામે જાહેરમાં જુગારનો પાટલો મંડાયો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પીન્ટુ બાબુ કટારીયા, પ્રકાશ જીવા કટારીયા અને સિધ્ધાર્થ રસિકભાઈ કટારીયાને રૂા.5,410ની રોકડ સાથે દબોચી લીધા હતાં.

દસમાં દરોડામાં જસદણના કોઠી ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જસદણ પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા નિલેશ દેવાયતભાઈ બાલાસરા, અરવિંદ ઘોહાભાઈ રાઠોડ, અનક પ્રાગજીભાઈ વાવડીયા, ભગવાન રૂપાભાઈ મકવાણા અને રાજુ શાંતુભાઈ ધાંધલને ઝડપી લીધા હતાં અને પોલીસે જુગારના પટ્ટમાં રહેલી રૂા.3340ની રોકડ કબજે કરી હતી.

અગિયારમાં દરોડામાં લોધિકા તાલુકાના ચીભડા ગામે જુગારનો અડ્ડો ચાલતો હોવાની માહિતી મળતાં લોધિકા પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન જુગાર રમતા દામજી હિરાભાઈ વાઘેલા, દિલીપ દેવજીભાઈ દાફડા, ભાવેશ દામજીભાઈ વાઘેલા અને સંગીતાબેન ગોબરભાઈ પુરણીયાને ઝડપી લીધા હતાં અને પોલીસે જુગારના પટ્ટમાં રહેલી રહેલી રૂા.5,300ની રોકડ જપ્ત કરી હતી. રાજકોટ પંથકમાં જુદા જુદા અગિયાર સ્થળે ચાલતા જુગારના અખાડા પર પોલીસે ત્રાટકી મહિલા સહિત 59 પત્તા પ્રેમીઓની ધરપકડ કરી તમામ પત્તા પ્રેમીઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegamblinggujaratgujarat newsrajkotrajkot newsrajkotpolice
Advertisement
Next Article
Advertisement