શિવાજીનગર, રાજનગર ચોક અને બજરંગવાડી પાસે જુગારનો દરોડો : 11 જુગારીઓ ઝડપાયા
રાજકોટ શહેરનાં થોરાળા વિસ્તારનાં શિવાજીનગર, નાનામવા રોડ પર રાજનગર ચોક અને બજરંગવાડી વિસ્તારમા જુગારના દરોડા પાડી 11 જુગારીઓને ઝડપી લેવામા આવ્યા હતા આ સાથે જ જુગારીઓ પાસેથી 30 હજારનો મુદામાલ જપ્ત કરી લેવામા આવ્યો છે.વધુ વિગતો મુજબ થોરાળા પોલીસનાં સ્ટાફે બાતમીનાં આધારે શિવાજીનગર શેરી નં 1ર/ 2 નાં ખુણે જાહેરમા જુગાર રમતા અશોક બાબુભાઇ સાખટ, સુખા બચુ પરમાર, ભુપત દાના જાદવ, મહેન્દ્ર રમેશ નાગદેવને જુગાર રમતા ઝડપી લઇ તેમની પાસેથી 10ર60 નો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો તેમજ નાનામવા રોડ સુખસાગર ડેરી પાસે રાજનગર ચોક નજીક જુગાર રમતા કૃષ્ણસિંહ ભરતસિંહ જાડેજા, કિશોરભાઇ કલાભાઇ મુછડીયા, કિશનભાઇ ધનજીભાઇ કોડીયા, મહેન્દ્રભાઇ દીનેશ સોરાણી અને ઇકબાલ કાસમ કલાણીને ઝડપી લઇ તેમની પાસેથી રૂ. 103પ0 નો મુદામાલ કબજે કર્યો હતો તેમજ ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે બાતમીનાં આધારે બજરંગવાડી પોલીસ ચોકીની સામે દ્વારકેશ પાનના ગલ્લા પાસે મોબાઇલ પર વોટસઅપમા વરલી મટકાનો જુગાર રમાડતો જાદવ પાચાભાઇ સીતાપરા અને વિઠલ પાંડુરંગ ભીમટે (મરાઠી) ને ઝડપી લઇ રૂ. 10 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.