ગાયત્રીનગર, લક્ષ્મીનગર, રણછોડનગર, ખોડિયારપરા અને સંગીતા પાર્ક પાસે જુગારના દરોડા, 36 શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરમા ગાયત્રીનગર, લક્ષ્મીનગર, રણછોડનગર, ખોડીયાપરા અને સંગીતા પાર્ક પાસે જુગારના દરોડા પાડી મહીલાઓ સહીત 36 શખસોને ઝડપી લીધા હતા . આ સાથે પોલીસે 1 લાખની રોકડ જપ્ત કરી હતી.
વધુ વિગતો મુજબ પ્રથમ દરોડામા મોરબી રોડ જકાત નાકા પાસે ઠાકર ચોકથી સંગીતા પાર્ક મેઇન રોડ મોમાઇ ડેરીની સામે જુગારનો દરોડો પાડી જુગાર રમતા દિપક કુશવાહા, ગુડુ કુશવાહા, હેમંત કુશવાહા, પીકેશ કુશવાહા, અને રણજીત કુશવાહાને પકડી તેમની પાસેથી 14630 નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ કામગીરી બી ડીવીઝન પોલીસ મથકનાં પીએસઆઇ જે. આર સોલંકી અને રાજદીપભાઇ પટગીર દ્વારા કરવામા આવી હતી.
બીજા દરોડામા મોરબી રોડ ધોળકીયા સ્કુલની બાજુમા ખોડીયાર પરા 1 શેરી નં 6 મા જુગારનો દરોડો પાડી ચંદુ વીરજી પીપળીયા, રાજેશ ઉર્ફે લાલો મોહન સોલંકી , જયેન્દ્ર ઉર્ફે જયેશ અશોક દુધરેજીયા , ભરત હરેશ વેકરીયા, કીશોર વલ્લભ રામાણી, રમેશ કરમશી દુધાગરા , વિલાશબેન ભાવેશભાઇ ભુવા, અને શિલ્પાબેન ચંદુભાઇ પીપડીયાને ઝડપી તેમની પાસેથી 14800 ની રોકડ જપ્ત કરી હતી . જયારે ત્રીજા દરોડામા રણછોડ નગર શેરી નં 4 મા જુગારનો દરોડો પાડી અરવિંદ ધોરીયા, ઇમરાન ઉર્ફે કાળીયો ખાખુ, મીલનપરી ગોસાઇ , પ્રફુલ ડાંગર, પાર્થ ગોસાઇ, તોફીક ખાખુ, અને પ્રદીપ ઉર્ફે લાલો ગોસાઇને ઝડપી લઇ રૂ. 12400 નો મુદામાલ જપ્ત કર્યો હતો.
જયારે ચોથા દરોડામા લક્ષ્મીનગર 4 ત્રીશુલ ચોક પાસે મોમાઇ કૃપા મકાનમાથી જુગાર રમતા મિલન વાઘેલા, દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલો જાડેજા, મૌલીક દિગ્વિજયસિંહ ચૌહાણ, દિશાંત સગપરીયા, નીખીલ સોલંકી , જયેશ સીંધવ , આશીષ મીર અને ભગીરથ ખેરડીયાને ઝડપી લઇ 26600 નો મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે અન્ય દરોડામા ગાયત્રી નગર મેઇન રોડ શેરી નં 2/10 નાં ખુણે રહેતા જય ચંદ્રકાંતભાઇ સુચક નામનાં વેપારી પોતાનાં મકાનમા જુગાર રમાડતો હોવાની બાતમી મળતા ભકિતનગર પોલીસ મથકનાં પીએસઆઇ વસાવા અને સ્ટાફે દરોડો પાડી જય સુચક, જયદીપ મહેતા , દીપક ચૌહાણ, દીપક સોંદરવા , રમેશ જારીયા, મીલન જોગીયા, જીગ્નેશ ગોહેલ, અને હર્ષીત મગીયાને પકડી 32 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.