For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયા, દ્વારકા તાલુકામાં જુગારના દરોડા: મહિલાઓ સહિત દસ ઝબ્બે

11:43 AM Apr 23, 2025 IST | Bhumika
ખંભાળિયા  દ્વારકા તાલુકામાં જુગારના દરોડા  મહિલાઓ સહિત દસ ઝબ્બે

Advertisement

દ્વારકાથી આશરે 10 કિલોમીટર દૂર મકનપુર ગામના વાડી વિસ્તારમાં આવેલા એક મંદિર નજીકથી પોલીસે જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા દોલુભા રાયમલભા માણેક, ખીમા દેવા વારસાખીયા, બાલુ રણછોડ ચૌહાણ અને ભાવેશ રામભાઈ સાગઠીયાને ઝડપી લઈ, કુલ રૂૂપિયા 11,240 નો મુદ્દામાલ કબજે કરીને જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

મીઠાપુરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે ગંજીપાના વડે જુગાર રમતા ગીતાબેન ભરતભાઈ કાંજીયા, બીજલીબેન અજીતભાઈ ગોફને, ભરત અશોકભાઈ કાંજીયા અને અજય મનોજભાઈ ગોફને નામના ચાર વ્યક્તિઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ખંભાળિયામાં કલ્યાણબાગ સોસાયટી વિસ્તારમાંથી પોલીસે અજીત આમદ નાયાણી અને સંદીપ ગોવિંદભાઈ સાલાણી નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

Advertisement

મૂળવાસરનો શખ્સ વિદેશી દારૂૂના જથ્થા સાથે ઝડપાયો
ઓખા મંડળના દ્વારકા તાબેના મૂળવાસર ગામના વાડી વિસ્તારમાં રહેતા મુકેશભા ચંપાભા માણેક નામના 30 વર્ષના શખ્સને પોલીસે આરંભડા - નાગેશ્વર રોડ પરથી વિદેશી દારૂૂની નવ બોટલ સાથે ઝડપી લઇ, કુલ રૂૂપિયા 6,083 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંગે તેની સામે પ્રોહિ. એક્ટ હેઠળ મીઠાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement