ગણેશનગર, રાધેશ્યામ સોસાયટી અને રાજગઢ ગામે જુગારના દરોડા, 20 ઝડપાયા
જુના મોરબી રોડ પર ગણેશનગર શેરી નં.1માં રહેતાં જીતેન્દ્ર ઉર્ફે જીતો પુંજાભાઈ થારૂૂ (ઉ.વ.35)ના મકાનમાં દરોડો પાડી બી-ડીવીઝન પોલીસે જુગાર રમતા જીતેન્દ્ર ઉપરાંત મહેશ દેવજીભાઈ પરમાર, દિપક પુનમભાઈ વિસરીયા અને દિપકની પત્ની આરતીબેન વિસરીયાને રૂૂા.4560ની રોકડ સાથે ઝડપી લીધા હતા.આ દરોડામાં પીએસઆઇ સોલંકી અને રાજદીપભાઈ પટગીર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી. જ્યારે બ્રહ્માણી હોલ પાછળ રાધેશ્યામ સોસાયટીમાં જુગાર રમતા ઘનશ્યામ લાલજીભાઈ ગઢાદરા, સુરજ ચંદુભાઈ સાકરીયા, હિતેશ રમણીકભાઈ કુબાવત, ઈશાન સવજીભાઈ ચેખલીયા, રામજી મોહનભાઈ ડાભી, મીનાબેન રોહિતભાઈ અગ્રાવત, અંબાબેન દિનેશભાઈ અઘેરા, ગીતાબેન રવિભાઈ ગૌસ્વામી, રંજનબેન સુરેશભાઈ વસોયાને પોલીસે રૂૂા. 14,980 સાથે ઝડપી લીધા હતા.
ત્રીજા દરોડામાં રાજકોટ નજીક કુવાડવા તાબેના રાજગઢ ગામે જુગાર રમતાં કાળુ છોટુભાઈ ભરદુવાર, મયુરસિંહ કનકસિંહ સેલારા, રણજીત જીવણભાઈ જરીયા, પ્રવિણ પરસોતમભાઈ જરીયા, ચિરાગ અરવિંદભાઈ જરીયા, અજય છોટાલાલ જરીયા, રવી શિવલાલભાઈ જરીયા અને ભાવેશ મુકેશભાઈ જરીયા (રહે. બધા રાજકોટ)ને રૂૂા.12,530ની રોકડ સાથે કુવાડવા રોડ પોલીસના એએસઆઈ કે.વી.જાડેજા અને સ્ટાફે ઝડપી લીધા હતા.