લક્ષ્મીના ઢોળે અને લાભદીપ સોસાયટીમાં જુગારનો દરોડો
04:53 PM Sep 04, 2024 IST | Bhumika
Advertisement
શહેરના કાલાવડ રોડ લક્ષ્મીના ઢોળે અને લાભદીપ સોસાયટીમાં જુગારના દરોડા પાડી 11 શખ્સોને 20 હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
બનાવની વિગતો અનુસાર, કાલાવડ રોડ લક્ષ્મીના ઢોળે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા યુનિવર્સિટી પોલીસનાં સ્ટાફે જુગારનો દરોડો પાડી જુગાર રમતા રમશે મકવાણા, મયુર સોલંકી, લલીત કાકડીયા, યોગેન્દ્ર ગઢવી, કિશન સુરેલા અને સિકંદર ગાપળની ધરપકડ કરી રૂા.16750નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
Advertisement
બીજા દરોડામાં ગાંધીગ્રામ વિસ્તારની લાભદીપ સોસાયટીમાં જુગાર રમતા તારીકખાન પઠાણ, પ્રકાશ સારેડી, વિજય લાડવા, અલ્પેશ ભરડવા અને પ્રકાશચંદ્ર માળીની ધરપકડ કરી રૂા.3500નો મુદામાલ કબજે કર્યો હતો.
Advertisement