ફર્ન હોટેલ સહિત પાંચ સ્થળે જુગારના દરોડા
દિલ્હીનો વેપારી માલ ખરીદવા આવ્યો ને ફર્ન હોટેલમાં રૂમ રાખી મિત્રોને બોલાવી ત્રણ દિવસથી જુગાર રમતો હતો
જંગલેશ્ર્વર, મવડી, શિવાજીનગર અને ખટારા સ્ટેન્ડ પાસે દરોડા પાડી 25 જુગારીને ઝડપી લીધા, 2 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ શહેરનાં પારેવડી ચોક પાસે આવેલી ફર્ન હોટલ, જંગલેશ્ર્વરનાં ખ્વાજા ચોક પાસે , મવડી વિસ્તારમા શિવાજી નગરમા અને માર્કેટીંગ પાસે આવેલા ખટારા સ્ટેન્ડ પાસે સ્થાનીક પોલીસે જુગારનાં દરોડા પાડી પ જુગારી ઝડપી લીધા હતા. આ સાથે જુગારીઓ પાસેથી બે લાખનો મુદામાલ જપ્ત કરવામા આવ્યો છે.
પ્રથમ દરોડામા પારેવડી ચોક નજીક ડીલકક્ષ ચોક પાસે ધ ફર્ન હોટલનાં ત્રીજા માળે રુમ નં 324 મા જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીસીબી શાખાનાં પીઆઇ ગોંડલીયાની રાહબરીમા પીએસઆઇ હુણ અને સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા દિલ્હીનાં સહાદ્રા વિસ્તારનાં ગોરખ પાર્કનાં વિકાસ મહેશચંદ્ર અગ્રવાલ, રાજકોટનાં મોરબી રોડ પરનાં કૈલાશ પાર્કમા રહેતા ટ્રાન્સપોર્ટર રાજેશ ધીરુભાઇ ડાંગર, ઓમ શાંતિ પાર્કમા રહેતા દુધનાં વેપારી અશ્ર્વિન ભાનુભાઇ સોનારા, રણછોડનગરમા કરીયાણાનાં વેપારી રવી રસીકભાઇ રાજાણી અને અમીન માર્ગ પરનાં આશ્રય એપાર્ટમેન્ટમા રહેતા ઇમિટેશનનાં વેપારી અજય નટવરલાલ મીઠીયાને પકડી 1.47 લાખની રોકડ અને 4 મોબાઇલ સહીત 2.72 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો પોલીસમાથી જાણવા મળ્યુ હતુ કે દિલ્હીનો વેપારી વિકાસ રાજકોટમા ઇમિટેશનનો માલ ખરીદવા માટે રાજકોટ ત્રણેક દીવસ પહેલા આવ્યો હતો. અને ફર્ન હોટલમા રૂમ બુક કરાવ્યો હતો. અને આ વિકાસ 3 દીવસથી તેમનાં મિત્રોને બોલાવી હોટલનાં રૂમમા જુગાર પણ રમાડતો હતો. હાલ પોલીસ ફર્ન હોટલનાં સીસીટીવી ફુટેઝ ચકાસે તો અન્ય કેટલાક મોટા માથાની સંડોવણી પણ ખુલે તેવી શકયતાઓ છે.
જયારે બીજા દરોડામા ભકિતનગર પોલીસે હરીધવા રોડ પર પારસ સોસાયટીમા રહેતા વલ્લભ નારણભાઇ રાદડીયા નામનાં સિકયુરીટી મેનને જંગલેશ્ર્વર ખ્વાજા ચોક પાસેથી વર્લી ફીચરનાં આકડા લેતા ઝડપી લીધો હતો. ત્રીજા દરોડામા મવડી વિસ્તારમા મટુકી રેસ્ટોરન્ટી પાછળ આવેલા રામજીભાઇ સોરઠીયાની વાડીમા આવેલી ઓરડી પાસે જાહેરમા જુગાર રમતા રામજીભાઇ રવજીભાઇ સોરઠીયા, સંજયભાઇ લાખાભાઇ ભુવા, લલીતભાઇ વસ્તાભાઇ રામાણી, ભરતભાઇ બટુકભાઇ સોરઠીયા, ઉમેશભાઇ હર્ષરાજભાઇ દેસાઇ અને સંજય ગોવિંદભાઇ ભુવાને ઝડપી લઇ ર3400 નો મુદામાલ જપ્ત કર્યો હતો.
ચોથા દરોડામા ભાવનગર રોડ પર શિવાજી નગર પાસે જાહેરમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા થોરાળા પોલીસ સ્ટેશનનાં સ્ટાફે દરોડો પાડી વિપુલ મનસુખભાઇ કટેસરીયા, કૃણાલ ભરતભાઇ પેશાવરીયા , મહેશભાઇ મનસુખભાઇ ડાભી, અજય ધર્મેશ મકવાણા અને સંજય દેવજીભાઇ ચાવડાને ઝડપી તેમની પાસેથી 12500 ની રોકડ જપ્ત કરી હતી આ કામગીરી પીએસઆઇ મહેશ્ર્વરી અને સ્ટાફે કરી હતી . જયારે પાચમા દરોડામા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલા ખટારા સ્ટેન્ડમા જુગાર રમતા રમેશ કાળુ મુંધવા, દીલાવર જમાલ પઠાણ, ધર્મેશ બચુભાઇ કારેઠા , શૈલેષ માવજી ગોરી, નવઘણ મશરુ ગમારા, અનીલ લક્ષમણ વડેચા અને વિશાલ મનસુખભાઇ ઝાપડાને ઝડપી તેમની પાસેથી 24200 નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ કામગીરી ક્રાઇમ બ્રાંચનાં એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, તુલસીભાઇ ચુડાસમા, પ્રતિકસિંહ રાઠોડ અને ક્રિપાલસિંહ ઝાલા સહીતનાએ કરી હતી.