For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અટીકા ફાટક પાસે કારખાનામાં, વિશ્રાતિ સોસાયટી, શિવધામ સોસાયટી અને રૈયાધારે જુગારના દરોડા, 41 ખેલીઓ ઝડપાયા

04:47 PM Aug 08, 2025 IST | Bhumika
અટીકા ફાટક પાસે કારખાનામાં  વિશ્રાતિ સોસાયટી  શિવધામ સોસાયટી અને રૈયાધારે જુગારના દરોડા  41 ખેલીઓ ઝડપાયા

શહેરનાં અટીકા ફાટક પાસે કારખાનામાં, વિશ્રાતિ સોસાયટી, શિવધામ સોસાયટી, રૈયાધાર અને મવડી કણકોટ રોડ શ્યામલ ઉપવનની સામે એપાર્ટમેન્ટમા જુગારના દરોડા પાડી દોઢ લાખ જેવડી રોકડ જપ્ત કરવામા આવી હતી આ સાથે પોલીસે 41 ખેલીઓને ઝડપી લીધા હતા.

Advertisement

જુગારનાં પ્રથમ દરોડામા કણકોટ મવડી રોડ પર આવેલા શ્યામલ ઉપવનની સામે એપાર્ટમેન્ટમા જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે પીસીબી શાખાએ દરોડો પાડી જુગાર રમતા ધવલ વલ્લભ અઘેરા, હીતેશ ભુપત પુરોહીત , મનસુખલાલ ઉર્ફે બાબભાઇ કાનજીભાઇ શેરઠીયા, કૌશીકભાઇ જસમતભાઇ કમાણી, વીજયભાઇ ગોવીંદભાઇ કમાણી, બીપીનભાઇ ગોવીંદભાઇ મણવર , નીલેશ કાંતીભાઇ છત્રાળા, મોહીત નાનુભાઇ જારસણીયાને પકડી 41700 નો મુદામાલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ બીજા દરોડામા ક્રાઇમ બ્રાંચની ટીમે અટીકા ફાટક પાસે આવેલા કે. જી. ઇન્ડસ્ટ્રીઝ નામનાં કારખાનામા દરોડો પાડી જુગાર રમતા કરણ જગડા, જેમલ ધાનક, નાવીક દોશી, યુવરાજ માંજરીયા , અમીત રાઠોડ, દેવાંગ જગડા, કેતન ધકાણ , અર્જુન જગડા અને જીગ્નેશ જગડાને પકડી 42400 નો મુદામાલ જપ્ત કર્યો હતો.

જયારે ત્રીજા દરોડામા કોઠારીયા મેઇન રોડ વિશ્રાતી સોસાયટી વેરાઇ કૃપા નામનાં મકાનમા ભકિતનગર પોલીસ મથકનાં પીએસઆઇ વસાવા અને મ્યુરધ્વજસિંહ જાડેજાએ દરોડો પાડી જુગાર રમતા અને બાંધકામનાં વ્યવસાય સાથે જોડાયેલા ઠાકરશીભાઇ વઘાસીયા , મનીષભાઇ સીંધવ, ચેતન વિકાણી, ડેની નાડાર, દીલીપ લાંબરીયા, પ્રકાશ ચારોલા અને મુનાફ કાજી ને પકડી 31400 નો મુદામાલ જપ્ત કર્યો હતો.

Advertisement

ચોથા દરોડામા રણુજા મંદીર પાસે શિવધામ સોસાયટીની બાજુમા સ્ટ્રીટ લાઇટની વચ્ચે જુગાર રમતા નાગાજન માવલીયા, સુમીત કવાડીયા, નવઘણ માતકા, હીરજોગ કાથરાણી, પ્રકાશ ઓડેદરા , શબીર લોધી, પ્રીતીબેન જળુ, પારૂલાબા ચુડાસમા , દક્ષાબેન સબાડ અને જયાબેન ડોડીયાને ઝડપી લઇ 14100 રૂપીયા જપ્ત કર્યા હતા. જયારે પાચમા દરોડામા રૈયાધારે મફતીયાપરા પાસે ખુલ્લી જગ્યામા જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે એલસીબી ઝોન ર નાં પીએસઆઇ ઝાલા, હેમેન્દ્રભાઇ વાઢીયા, શકિતસિંહ ગોહીલ અને રાહુલભાઇ ગોહેલે દરોડો પાડી જુગાર રમતા રોહીત સોલંકી, અજય વઢવાણીયા, વિશાલ કંસારા , ચીરાગ પરમાર, બંટી સોલંકી, કુમાર વઢવાણીયા અને અલ્તાફ આરબને પકડી રપ9પ0 નો મુદામાલ જપ્ત કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement