શહેરમાં 8 સ્થળે જુગારના દરોડા : 53 શખ્સો ઝડપાયા
સોની બજાર, કુવાડવા રોડ, શિવમ સોસાયટી, રૈયાધાર, મોકાજી સર્કલ, સંતકબીર રોડ, શિવાજીનગર અને કાળીપાટ ગામે સ્થાનીક પોલીસના દરોડા : 1.પ0 લાખનો મુદામાલ જપ્ત
રાજકોટ શહેરનાં શ્રાવણીયો જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે સોની બજાર, કુવાડવા રોડ, શિવમ સોસાયટી, રૈયાધાર, મોકાજી સર્કલ, સંતકબીર રોડ, શિવાજીનગર અને કાળીપાટ ગામે સ્થાનીક પોલીસે દરોડો પાડી 53 શખસોને ઝડપી લઇ 1.પ0 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
સૌપ્રથમ જુગારના દરોડામા સોની બજાર, માંડવી ચોક, કામદાર શેરીનાં ખુણે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એ-ડીવીઝન પોલીસનાં એએસઆઈ એમ.બી.જાડેજા અને સંજયભાઈ ચૌહાણ સહિતના સ્ટાફે દરોડા પાડી જુગાર રમતા ધર્મેન્દ્રભાઈ ધીરજલાલ ત્રિવેદી, નિલેશ આડેસરા, જીતેન્દ્ર પાટડીયા, ભરત આડેસરા, રાજેશ મનુભાઈ મિસ્ત્રી અને હિતેશ બોસમીયાને પકડી રૂા.3500નો મુદ્ધામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે બીજા દરોડામા કુવાડવા રોડ ઓડીના શો રૂમની સામે શાંતિ ઈન્ડસ્ટ્રીઝના ગેટ નજીક જુગાર રમતા કિશોર આસોદીયા, ગોપાલ બાંભવા, પ્રકાશ કેમજરીયા, પોપટ વકાતર, સંજય મુંધવા, ગોપાલ સરાવડીયા અને રોહિત કુંડાલીયાને ઝડપી લઈ 35650નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કામગીરી એલસીબી ઝોન-1માં પીએસઆઈ ચુડાસમા અને રવિરાજભાઈ પટગીર સહિતના સ્ટાફે કરી હતી.
ત્રીજા દરોડામા માર્કેટીંગ યાર્ડની બાજુમાં શિવમ સોસાયટી શેરી નં.3માં ભાડાના મકાનમાં જુગાર રમતા પ્રકાશ નાથાભાઈ રીબડીયા, જમન ઉર્ફે જગદીશ કરમસી અણદાણી, વિપુલ ડાયાભાઈ તળપદા, પંકજ છગન અણદાણી, ધનસુખ પરસોત્તમ ભંડેરી, સુરેશ કરશન, રજપુત, જયેશ વલ્લભ બુસા અને ભાવેશ સુરેશભાઈ રામાણીને પકડી 15250નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રૈયાધાર સ્લમ કવાર્ટર પ્લોટ નં.10માં ગાંધીગ્રામ-2ના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા કાંતિભાઈ ઉર્ફે કનુભાઈ રામજી વાઘેલા, સુનિલ લાખાભાઈ પરમાર, મહેશ રાઠોડ, કરશન જાદવ, ગીરીશ વરણ, જયેશ ચાવડા, મહેશ મેટભેરા, રાજુ ચૌહાણ, ગોવિંદ વાઘેલા, મનીષ શ્રીમાળી અને અનિલ ચાવડાને ઝડપી 13,790નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ વિરદેવસિંહ જાડેજા અને સ્ટાફે કામગીરી કરી હતી.
જ્યારે પાંચમાં દરોડામાં નાનામવા રોડ મોકાજી સર્કલ પાસે જુગાર રમતા બળભદ્રસિંહ જાડેજા, મીત નથવાણી, ભાર્ગવસિંહ જાડેજા, દિપકસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, પશપાલસિંહ જાડેજા અને અજયસિંહ ઝાલાને પકડી તેની પાસેથી 10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કામગીરી તાલુકા પોલીસના પીએસઆઈ બી.આર.ભરવાડે કરી હતી. છઠા દરોડામા સામાકાંઠે સંતકબીર રોડ પર શકિત સોસાયટી શેરી નં પ મા આવેલા શિવમ મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે થોરાળા પોલીસ મથકનાં હાર્દીકભાઇ છૈયા, અજયકુમાર ચાવડા અને દેવેન્દ્રસિંહ જાડેજા સહીતનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા પ્રવીણભાઇ ભંડેરી , અશોકભાઇ ચૌહાણ, વિમલ મોરાણી , ગૌતમ સોલંકી અને જયસુખ બડલીયાને ઝડપી 3પ હજારની રોકડ જપ્ત કરી હતી.
તેમજ દુધસાગર રોડ પર શિવાજી નગર શેરી નં 18 મા જુગાર રમતો હોવાની બાતમી પરથી દરોડો પાડી જુગાર રમતા સંગીતાબેન ચાવડા, વીજુબેન જોડીયા, રંજનબેન જાડેજા, લાલભાઇ ચમેસા, અજય મકવાણા, અને રાજેશ ઉર્ફે રાજુ ભુવાને પકડી થોરાળા પોલીસ સ્ટેશનનાં ધર્મેન્દ્રભાઇ કુંચાલા અને સ્ટાફે દરોડો પાડી 10640 ની રોકડ જપ્ત કરી હતી જયારે આઠમા દરોડામા કાળીપાટ ગામે હનુમાનજીનાં મંદીર પાસે જુગાર રમાતો હોવાની બાતમી પરથી એલસીબી ઝોન 1 ટીમનાં પીએસઆઇ ચુડાસમા, રવીરાજભાઇ પટગીર અને સ્ટાફે દરોડા પાડી વિશાલ ગોવાણી, કાનજી સરવૈયા, રજાક અંસારી, મનીષ રોજાસરા અને રાજુભાઇ રાઠોડને પકડી 27 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.