શિવનગરમાં જુગારનો દરોડો : જમીન-મકાનના દલાલ સહિત છ ઝડપાયા
ગોંડલ રોડ શિવનગર શેરી.4 ખાતે આવેલા માતૃછાયા નામના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માલવીયા નગર પોલીસના હેડકોન્સ્ટેબલ ચિત્રકેતુસિંહ ઝાલા અને સ્ટાફે દરોડો પાડી છ શખ્સોને ઝડપી લઇ 23 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
માલવીયાનગર પોલીસના સ્ટાફે બાતમીને આધારે જુગાર રમતા મનહરસિંહ નટવરસિંહ રાઠોડ ધંધો-નિવૃત, રહે. શીવનગર શેરી નં 04, માતૃ છાયા મકાન, દોશી હોસ્પીટલ મેઇન રોડ, ગોંડલ રોડ રાજકોટ (2) સહદેવસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ધંધો-જમીન-મકાનનો વેપાર, રહે.જુની પૈપયા વાડી શેરી નં 02, સંત કૃપા મકાન, દોશી હોસ્પીટલની સામે, ગોંડલ રોડ રાજકોટ (3) કરીમભાઇ મનજીભાઇ સુરાણી રહે.- નવલનગર શેરી નં 09, આર.સી.એમ.સી. ક્વાર્ટર બ્લોક નંબર 04, ક્વાર્ટર નં 1915, અંકુર મેઇન રોડ રાજકોટ (4) રમેશભાઇ વાઘજીભાઇ ગૌસ્વામી, રહે.- ન્યુ આકાશ દિપ સોસાયટી શેરી નં 05,મવડી ચોકડી પાસે, 150 ફુટ રીંગ રોડ રાજકોટ (5) સુધીરભાઇ ભુપતભાઇ તેરૈયા,ધંધો-ડ્રાઇવીંગ રહે.બજરંગ વાડી પુનીત નગર શેરી નં 04, ચામુંડા ભુવન મકાન જામનગર રોડ રાજકોટ અને જયંતીભાઇ ચંદુભાઇ સોલંકી, ઉ.વ.-42, ધંધો-ડ્રાઇવીંગ (રહે.ગીતાનગર શેરી નં 08, મધુવન મકાન દોશી હોસ્પીટલની બાજુમા ગોંડલ રોડ રાજકોટ)ને ઝડપી લઇ 23 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.