ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લીંબડીના પાંદરી ગામે જુગારનો દરોડો, 16 શખ્સો 3.39 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

11:47 AM Aug 25, 2025 IST | Bhumika
Advertisement

લીંબડી પોલીસે પાંદરી ગામના પગીવાસમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો છે. પોલીસે 16 શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રોકડ રૂૂ.1,41,300, એક ફોર વ્હીલર (કિંમત રૂૂ.1,50,000), એક મોટરસાયકલ (કિંમત રૂૂ.15,000) અને 12 મોબાઈલ ફોન (કિંમત રૂૂ.33,500) મળી કુલ રૂૂ.3,39,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.રાજકોટ રેન્જના IGP  અશોકકુમાર યાદવની સૂચના મુજબ સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

લીંબડી ડિવિઝનના DYSP વી.એમ. રબારીને મળેલી બાતમીના આધારે પાંદરી ગામમાં વીરમભાઈ હેમુભાઈ ખાવડીયાના મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી 16 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે મકાન માલિક વીરમભાઈ ખાવડીયા ફરાર થઈ ગયા હતા. પકડાયેલા આરોપીઓમાં મોટાભાગના પાંદરી ગામના અને આસપાસના વિસ્તારના રહેવાસીઓ છે. તમામ આરોપીઓ સામે જુગારધારા કલમ 4,5 મુજબ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ઉુજઙ વી.એમ. રબારીની આગેવાની હેઠળની ટીમે આ સફળ કામગીરી કરી હતી.

Tags :
crimegujaratgujarat newsLimbadiLimbadi newsSurendranagar news
Advertisement
Next Article
Advertisement