નારાયણનગરમાં જુગારનો દરોડો: છ જુગારી ઝડપાયા
10 હજારનો મુદ્દામાલ જપ્ત
હશનવાડી નજીક નારાયણનગર શેરી.2માં જુગાર રમતા છ શખ્સોને ભક્તિનગર પોલીસે પકડી લઇ 10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભક્તિનગર પોલીસના પીએસઆઇ ગોહિલ અને સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા કમલેશગીરી ચમનગીરી ગૌસ્વામી ઉ.વ.49 ધંધો-રી.ડ્રા રહે-નારાયણ નગર શેરીનં-2 હશનવાડી ત્રીશુલ ચોક રાજકોટ,મનોજગીરી રેવતીગીરી ગૈાસ્વામી ઉ.વ.51 ઘંઘો-રી.ડ્રા રહે-નારાયણ નગર શેરીનં-8 હશનવાડી ત્રીશુલ ચોક રાજકોટ,દિપક હરેશભાઇ દેગામા ઉ.વ.38 ધંધો-મજુરી રહે- તીલક પાર્ક આવાસ યોજનાના કવાટર બ્લોક નં-06 ત્રીજો માળ રૈયા ટેલી એક્સચેન્જ ગોપાલ ચોક પાછળ 150 ફુટ રીંગ રોડ,મુકેશભાઇ ભીખાભાઇ મેર ઉ.વ.45 ધંધો-મજુરી રહે-ઘરમ નગર શેરીનં-03 મવડી પ્લોટ ચાલીસ ફુટ રોડ, લાલજીભાઇ સોમાભાઇ સરવૈયા ઉ.વ.46 ધંઘો-રી.ડ્રા રહે-રૈયા રોડ ઇન્ડીયન પાર્કની સામે આવાસ યોજનાના કવાટર બ્લોક નં-18 કવાટર નં-274 અને પ્રીન્સ દિનેશભાઇ ઘોળકીયા(ઉ.વ.34 ધંધો-મજુરી રહે-સતાઘાર સોસાયટી શેરીનં-01 રૈયા ટેલીફોન એક્સચેન્જ પાછળ)ને પકડી લઇ તેની પાસેથી 10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.