આર્યનગર અને સ્વામિનારાયણનગરમાં જુગારનો દરોડો: 10 મહિલાઓ સહિત 16 ખૈલૈયા પકડાયા
રાજકોટ શહેરનાં સામાકાઠે આર્યનગર વિસ્તારમા અને માલવીયાનગર પોલીસ મથક વિસ્તારમા આવેલા સ્વામીનારાયણ નગરમા જુગારનો દરોડો પડયો હતો. અને આ જુગારનાં દરોડામા 10 મહીલાઓ સહીત 16 ખૈલૈયાઓ પકડાયા હતા. તેમજ તેની સાથે અડધા લાખનો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો.
વધુ વિગતો મુજબ પેડક રોડ પર આર્યનગર શાંતિ સદન નામનાં મકાનમા જુગાર કલબ ચાલતી હોવાની બાતમીનાં આધારે બી ડીવીઝન પોલીસ મથકનાં પીએસઆઇ જે. આર. સોલંકી અને વિશ્ર્વજીતસિંહ ઝાલા સહીતનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા કુસુમબેન હસમુખભાઇ સેજપાલ , રુખીબેન ઉર્ફે રૂક્ષ્મણીબેન રઘુભાઇ સોલંકી, કમુબેન ઉર્ફે કમળાબેન બાબુભાઇ ચૌહાણ, જાનકીબેન ઉર્ફે જાનવીબેન ભાવેશ પરમાર , ધનીબેન ઉર્ફે મનીષાબેન વિનોદભાઇ સોલંકી, ચંદ્રીકાબેન ઉમેશભાઇ સોલંકી, ભાવનાબેન ચંદુભાઇ ઝાલોડીયા, વિનોદભાઇ ઉર્ફે વીનુભાઇ નાનજીભાઇ સોલંકી અને જીજ્ઞેશ શામજીભાઇ સોલંકીને ઝડપી લઇ તેઓ પાસેથી 24 હજાર 200 ની રોકડ જપ્ત કરવામા આવી હતી.
જયારે બીજા દરોડામા માલવીયાનગર પોલીસ મથકનાં ડી સ્ટાફનાં એએસઆઇ હીરેનભાઇ પરમાર, એ. બી. વિકમા અને ભાવેશભાઇ ગઢવી સહીતનાં સ્ટાફે અંકુર વિધાલય પાસે સ્વામીનારાયણ નગર શેરી નં પ મા આશિર્વાદ મકાનમા દરોડો પાડી શિતલબેન લાલજીભાઇ હાડા, રીંકલ રાજેશભાઇ ગોહેલ, રાજેશ ભુપતભાઇ ગોહેલ, કાજલ જેન્તીભાઇ ભેંસદડીયા, સંદીપ ગુણુવંતભાઇ પીઠડીયા, હંષાબેન મુકેશભાઇ ગોસ્વામી, મનીષભાઇ રણછોડભાઇ રોજાસરાને ઝડપી લઇ તેઓ પાસેથી 36 હજારની રોકડ જપ્ત કરવામા આવી હતી.