મવડી-કણકોડ રોડ પર ફલોરા પ્રાઇમ્સના શેડમાં જુગારનો દરોડો, ટ્રાન્સપોર્ટર અને વેપારીઓ ઝડપાયા
મવડી-કણકોટ રોડ સગુન પાર્ટી પ્લોટ પાસે ફ્લોરા પ્રાઇમ્સમાં શેડમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી આઠ વેપારીને 1.73 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.આ મામલે પીસીબી શાખાએ તપાસ શરૂૂ કરી છે.
પીસીબી શાખાના પીઆઇ ગોંડલીયાની રાહબરીમાં હેડકોન્સ્ટેબલ વિજયભાઈ મેતા અને સ્ટાફે મવડી-કણકોટ રોડ સગુન પાર્ટી પ્લોટ પાસે ફ્લોરા પ્રાઇમ્સમાં સેડમાં દરોડો પાડી જુગાર રમતા ટ્રાન્સપોર્ટર મનીષભાઇ કાંતીભાઇ ટીલવા(રહે.ફલોરા પ્રાઇમ ઇ-202, શ્યામલ ઉપવની પાછળ મવડી કણકોટ રોડ, રાજકોટ),લલીતભાઇ ચંદુભાઇ કનેરીયા(રહે.શ્યામલ ઉપવન બી-0ર ફલેટ નંબર 1204, મવડી કણકોટ ચોકડી),ભૌતિકભાઇ અમૃતભાઇ કણસાગરા(રહે.શ્રીજી પ્રાઇડ ફલેટ નં.302 રામઘણ સામે), પ્રભુદાસ વ્રજલાલ મારવણીયા(રહે.અલયપાર્ક બી-23, નાના મૌવા મેઇન રોડ રાજકોટ),હિતેન્દ્રભાઇ મોહનભાઇ ઘેટિયા(રહે.કોસમોસ પ્રાઇડ સી-1004 સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે મોટા મવા પેન્ટાગોન ટાવર પાસે રાજકોટ),મિલનભાઇ ચીમનભાઇ લાલકિયા(રહે.વૃંદાવન સોસાયટી શેરી નં.3, અંકુર વિધાલય પાસે ઉમીયા ચોક મવડી રાજકોટ),જેમીનભાઇ માધવજીભાઇ ઘેટીયા(રહે.અંબીકા ટાઉનશીપ લેન્ડમાર્ક એ-102 મવડી રાજકોટ) અને વિશાલભાઇ અશોકભાઇ કનેરીયા(રહે.સીલ્વર ગોલ્ડ રેસીડેન્સી શેરી નં.5 નાના મૌવા રોડ, રાજકોટ)ને ઝડપી લઇ રૂૂ.1.73 લાખની રોકડ જપ્ત કરી હતી.
જ્યારે બીજા દરોડામાં મોરબી રોડ સેટેલાઇટ ચોક પાવન એપાર્ટમેન્ટમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા બી ડિવિઝન પોલીસના પીએસઆઇ એ.બી.ચૌધરી સહિતના સ્ટાફે દરોડો પાડી બીપીનભાઇ વ્રજલાલ જોબનપુત્ર, પીયુશભાઇ બીપીનભાઇ જોબનપુત્રા, કૈલાશભાઇ કરમશીભાઇ સંખાવરા, રાકેશભાઇ પ્રભુદાશભાઇ લાખાણી, કૌશીકભાઇ છબીલભાઇ સોલંકી અને કલ્પેશભાઇ ગોવિંદભાઇ સોલંકીને પકડી તેમની પાસેથી 16,830નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.