કોઠારિયા રીંગ રોડ પર કારખાનામાં જુગારનો દરોડો; વેપારી સહિત આઠ ઝડપાયા
બુધવારની રજામાં ટાઇમપાસ કરવા ઇશ્ર્વર ઇન્ડસ્ટ્રીઝમાં જુગાર રમતા હતા, 21 હજારનો મુદ્દામાલ જપ્ત
શહેરનાં કોઠારીયા રીંગ રોડ લીજત પાપડની સામે આવેલા ઇશ્ર્વર ઇન્ડસ્ટ્રીઝ નામનાં કારખાનામા જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે ભકિતનગર પોલીસ મથકનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા વેપારી સહીત 8 શખ્સોને ઝડપી ર1 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.
ભકિતનગર પોલીસ મથકનાં પીએસઆઇ જે. જે. ગોહીલ, મયુરધ્વજસિંહ જાડેજા અને ભગીરથસિંહ ઝાલા સહીતનાં સ્ટાફે કોઠારીયા મેઇન રોડ લીજત પાપડની સામે ઇશ્ર્વર ઇન્ડ. કારખાનામા દરોડો પાડી જુગાર રમતા રાજનગરમા રહેતા કારખાનેદાર અમીત કેશુભાઇ કયાડા , ભવનાથ પાર્કમા રહેતા અશ્ર્વીન નરશીભાઇ મેઘાણી, ભગવાનજીભાઇ ભીખાભાઇ ડોબરીયા , રાજનગર સોસાયટીમા રહેતા કારખાનેદાર નીરવ મનસુખભાઇ કયાડા, આશોપાલવ સોસાયટીમા રહેતા અંકિત ગીરીશભાઇ વઘાસીયા, મનીષ રમેશભાઇ પાચાણી, જીતેન્દ્ર લાલજીભાઇ વઘાસીયા અને હાર્ડવેરનુ કામ કરતા મનસુખભાઇ બાબુભાઇ દોમડીયાની ધરપકડ કરી ર1 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ જુગારનાં દરોડામા વેપારી અને કારખાનેદારો પકડાયા હોય પુછપરછ કરતા ગઇકાલે બુધવારની રજા હોવાથી કારખાનેદાર અમીતભાઇ કયાડા એ પોતાનાં કારખાનામા મિત્ર સર્કલને બોલાવી ટાઇમપાસ કરવા માટે જુગાર રમતા હોવાનુ જાણવા મળી રહયુ છે.
જયારે બીજા દરોડામા ગંજીવાડા શેરી નં 68 મા રહેતા નરેશ ઉર્ફે વીજય અશોકભાઇ ગલચર , સંજય ઉર્ફે મમરો , સોમભાઇ ચાવડા, દીનેશ ઉર્ફે મુકેશ હરીભાઇ રાઠોડ અને દીનેશ મનજીભાઇ ડાભીને ઝડપી લઇ તેઓની પાસેથી રોકડા રૂપીયા 12 હજાર જપ્ત કર્યા હતા. આ કામગીરી થોરાળા પોલીસ મથકનાં પીઆઇ એન જી વાઘેલાની રાહબરીમા પીએસઆઇ ડોબરીયા અને નીલેશભાઇ ચૌહાણ દ્વારા કરવામા આવી હતી.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, ઝડપાયેલા તમામ ખેલીઓ મજુરી કામ કરે છે.
