સૌરાષ્ટ્રમાં 10 સ્થળેથી જુગારના પાટલા પકડાયા, પત્તે રમતા 53ની ધરપકડ
શ્રાવણ માસ શરુ થતાની સાથે ઠેર ઠેર નાના મોટા જુગારનાં પાટ મંડાયા છે . ત્યારે જીલ્લામા આવા શ્રાવણીયા જુગાર પર પોલીસે દરોડા પાડયા હતા. રાજકોટનાં જામ કંડોરણા, ધોરાજી, જેતપુર, ભાયાવદર અને શાપર - વેરાવળમાં દરોડા પાડી કુલ 53 લોકોની જુગાર રમતા ધરપકડ કરી રૂ. 1.50 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
રાજકોટ જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી રાજકોટ જીલ્લાનાં અલગ અલગ પોલીસ દ્વારા જુગાર પર દરોડા પાડવામા આવ્યા હતા જેમા જામ કંડોરણામા બે સ્થળોએ દરોડા પાડવામા આવ્યા હતા . ઇશ્ર્વરીયા ગામેથી જુગાર રમતા 7 શખસો જયારે ઇન્દીરા નગર પાસેથી જુગાર રમતા બે શખસો ઝડપાયા હતા ઉપરાંત ઇન્દીરા નગરમા અન્ય એક દરોડામા જુગાર રમતા 3 ની ધરપકડ કરવામા આવી હતી. જયારે ધોરાજી પોલીસે પાંજરાપોળ પાસેથી જાહેરમા જુગાર રમતા 7 શખસોની 3પ હજારની રોકડ સાથે ધરપકડ કરવામા આવી હતી . તેમજ જેતપુર તાલુકા પોલીસે ચારણીયા ગામે વીઠલ દેવરાજ બુટાણીનાં મકાનમાથી જુગાર રમતા વીઠલ સહીત 9 શખસોને રૂ. 66 હાજારની રોકડ સાથે ઝડપી લીધા હતા અન્ય દરોડામા જેતપુરમા મોટા ગુંદાણા ગામેથી જુગાર રમતા 7 શખસોની રૂ. 34 હજારની રોકડ સાથે ધરપકડ કરવામા આવી હતી.
જયારે ભાયાવદર પોલીસે પડવલા ગામે જુગાર રમતા ચાર શખસોને રૂ. 2500 ની રોકડ સાથે ઝડપી લીધા હતા. શાપર - વેરાવળમા પોલીસે જુગારનાં બે દરોડા પાડયા હતા જેમા પારડી ગામે રામજી મંદીર પાસેથી જુગાર રમતા પાંચ શખસો 1ર હજારની રોકડ સાથે જયારે ક્રિષ્ના પાર્ક સોસાયટીમા જાહેરમા જુગાર રમતા બે મહીલા સહીત 4 રૂ. 5400 ની રોકડ સાથે પોલીસનાં હાથે ઝડપાય ગયા હતા લોધીકાનાં પાળ પીપળીયા આદર્શ સોસાયટીમા જુગારનાં દરોડામા 4 શખસોની રૂ. 5200 ની રોકડ સાથે ધરપકડ કરવામા આવી હતી.