For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જુગાર ઓન વ્હિલ: પોરબંદર પાસે ચાલુ બસે હાઈપ્રોફાઈલ જુગાર કલબ પકડાઈ

12:39 PM Aug 06, 2024 IST | Bhumika
જુગાર ઓન વ્હિલ  પોરબંદર પાસે ચાલુ બસે હાઈપ્રોફાઈલ જુગાર કલબ પકડાઈ
Advertisement

ધોરાજીના મોટીમારડના બે શખ્સોએ શરૂ કરેલી જુગારકલબ ઉપર પોલીસનો દરોડો: રૂપિયા 2.14 લાખની રોકડ સહીત રૂપિયા 11.14 લાખના મુદ્દામાલ સાથે 9 શખ્સોની ધરપકડ

પોરબંદર એલસીબીએ બાતમીના આધારે બસમાં ચાલતી ઓન વ્હીલ જુગારક્લબ પકડી પાડી છે.જુગાર રમતા 9 શખ્સોને પકડી રૂૂ.2.14 લાખની રોકડ સહીત રૂૂ.11.14 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. ધોરાજીના બે શખ્સોએ પોલીસથી બચવા નવતર જુગાર ક્લબ શરુ કરી હતી.આ બસ ધોરાજીના મોટીમારડથી ઉપડી હતી અને પોરબંદરના રાણાવાવ નજીક ભોદ ગામ પાસે પહોચી ત્યારે પોલીસે દરોડો પડ્યો હતો.

Advertisement

ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં રહેતા ભરત ભોપાભાઇ રાકસીયા તથા અલ્પેશ મગનભાઈ વાછાણી એમ બન્ને શખ્સોએ આ જુગાર ઓન વ્હીલ કબલ શરુ કરી હતી. બસ નં. જીજે-15-ઝેડ-8236માં પાછળની સીટો કાઢી તેમાં ગાદલા નાખી જુગારક્લબ શરુ કરી હતી.ધોરાજીથી જુગારીઓ સાથે ઉપડેલી આ બસ રાજકોટ-પોરબંદર હાઇવે ભોદ ગામના પાટીયા પાસે પહોચી ત્યારે એલસીબીએ દરોડો પડ્યો હતો. જેમાં જુગારરમતા ધોરાજીના મોટી મારડ ગામના દલસાણીયા શેરીમાં રહેતા જીતેન્દ્ર પરષોત્તમભાઇ ડેડાણીયા (ઉ.વ.પર), તારવાડી શેરીમાં રહેતો રાહુલ ભુપતભાઇ વડાલીયા (ઉ.વ.40), કીરીટ શામજીભાઇ રાછડીયા (ઉ.વ.59),ગોવિંદ ગોરધનભાઈ ભુત (ઉ.વ.56) મોટી મારડ ગામ સહકારી મંડળી પાસે રહેતા મનોજ ભુપતભાઇ મકવાણા (ઉ.વ.28) ખરાવાડ પ્લોટમાં રહેતા ડાયાલાલ કેશવજીભાઈ ભીમાણી (ઉ.વ.58) ગાંધી ચોકમાં રહેતા,અનીલ ગંગદાસભાઈ કાલરીયા (ઉ.વ.59) મોટી મારડ ગામ ચાંગેલા શેરીમાં રહેતા મુકેશ પોપટભાઇ ગોહેલ (ઉ.વ.35),મોટી મારડ ગામ બસ સ્ટેન્ડ પાસે રહેતા નીલેષ જેન્તીભાઇ કાલરીયા (ઉ.વ.49),મોટી મારડ ગામ પટેલ ડેલીમાં રહેતા ભરત ભોપાભાઇ રાકસીયા (ઉ.વ.44), અલ્પેશ મગનભાઈ વાછાણી (ઉ.વ.41)ની ધરપકડ કરી રોકડા રૂૂા. 2.14,400 તથા 9 લાખની બસ મળી કુલ રૂૂા. 11,14,400 ના મુદામાલ કબજે કર્યો હતો.

ધોરાજીના મોટીમારડથી 7 દિવસની જુગારીઓની ટૂરનું આયોજન
સામાન્ય રીતે મકાન અને વાડી ખેતરો અને જાહેરમાં ચાલતુ જુગારધામ ઝડપાતું હોય છે. પરંતુ ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં રહેતા ભરત ભોપાભાઇ રાકસીયા તથા અલ્પેશ મગનભાઈ વાછાણી એમ બન્ને શખ્સોએ જુગારના શોખીનો માટે નવી તરકીબ અજવામાવી એક બસમાં સીટો કાઢી નાખી થી બસ ભાડે કરી 7 દિવસની જુગારની ટુરનું આયોજન કયું હતું. જુગારઓન વ્હીલ શરુ કરી આ ચાલુ બસમાં હાઇવ પર બસમાં જુગારધામ શરૂૂ કર્યુ હતુ, જોકે આ 7 દિવસની ટુર પૂરી થાય તે પૂર્વે જ પોરબંદર એલસીબી આ બસમાં ચાલતા જુગારધામને ઝડપી લીધું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement