લાલપુરના કરાણા ગામે વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું
રૂૂપિયા 15.76 લાખની માલમતા સાથે 12 આરોપીઓ ઝડપાયા:અન્ય ચાર આરોપી ફરાર
જામનગર નજીક લાલપુર તાલુકાના કરાણા ગામમાં વાડી વિસ્તારમાં બે શખ્સો દ્વારા ઘોડીપાસા ની મીની કલબ ચલાવવામાં આવતી હોવાની બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો, અને 12 આરોપીઓની અટકાયત કરી લઓ તેઓ પાસેથી રૂૂપિયા 15.75 લાખનો મુદામાલ કબજે કર્યો છે, જયારે 4 આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરારી જાહેર કરાયા છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે લાલપુર તાલુકા ના કરાણાં ગામમાં કનકેશ્વર મંદિર ની બાજુમાં વિસ્તારમાં રામભાઈ રણમલભાઈ મોઢવાડિયા તેમજ ભરત રણમલભાઈ મોઢવાડિયા દ્વારા જુગારધામ ચલાવાઇ રહ્યું છે, અને જામનગર- લાલપુર પંથકના કેટલાક જુગારીયા તત્વો ઘોડીપાસા વડે જુગાર રમવા આવી રહ્યા છે, તેવી બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબી ની ટુકડી એ દરોડો પાડયો હતો, ત્યારે નાશભાગ થઈ હતી.
એલસીબી ની ટુકડીએ કુલ 12 આરોપીઓ જેમાં ભરત રણમલભાઈ મોઢવાડિયા, સુખદેવ સિંહ મહેન્દ્રસિંહ વાઢેર, રાકેશ તુલસીભાઈ વાઘેલા, અજીતસિંહ પ્રતાપસિંહ વાઢેર, સુરજ કાનજીભાઈ રાઠોડ, કમલેશ જગદીશભાઈ ખારવા, સિધ્ધરાજસિંહ ઘનુભા ઝાલા, ભરત વલ્લભભાઈ કનખરા, જીગ્નેશ ધીરુભાઈ ચાંદ્રા, કિશોર ભીમજીભાઈ સુવા, હિતેન્દ્રસિંહ અભેસિંહ ઝાલા અને ઘનશ્યામસિંહ હનુભા ચાવડાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 15,75,600 નો મુદ્દા માલ કબજે કર્યો છે. આ દરોડા સમયે લક્ષ્મણ રમેશભાઈ કંટારીયા, મહેશ નરશીભાઈ ઢાપા, અજય વાઘેલા, અને રામ રણમલભાઈ મોઢવાડિયા પોલીસને જોઈને ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરારી જાહેર કરાયા છે. તમામ સામે લાલપુર પોલીસ મથકમાં જુગાર ધારા ભંગ બદલ ગુન્હો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી રૂૂપિયા 2,70,600 ની રોકડ રકમ, 12 નંગ મોબાઈલ ફોન, ત્રણ ફોરવીલ સહિત ની માલમતા કબજે કરી છે.