મોરબી તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિની ઉમા હોટેલમાં ચાલતી જુગાર ક્લબ પર દરોડો
મોરબી મહેન્દ્રનગર ગામે ઉમા હોટલમાં એલસીબીના સ્ટાફે બાતમીને આધારે રેડ કરી હતી. ત્યારે હોટલના જુદાજુદા બે રૂૂમમાં જુગાર રમી રહેલા 15 પત્તા પ્રેમીઓની રોકડા રૂપિયા 4.08 લાખ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
મોરબી એલસીબીના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સ્ટાફને મળેલ બાતમીના મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ તાલુક પંચાયતના મહિલા સભ્યના પતિ જયંતિભાઇ સેરસિયાની ઉમા હોટલમાં જુગારની રેડ કરવામાં આવતા ત્યાં બે રૂૂમની અંદર જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું અને ત્યારે જુગાર રમતા કિશન જયંતી સેરસિયા (ઉ.24) રહે.હનુમંત એપાર્ટમેન્ટ ધાયડી વિસ્તાર મહેન્દ્રનગર, સવજી મોહન સરડવા (ઉ.50) રહે.ઉમા રેસીડેન્સી મહેન્દ્રનગર, અક્ષય રણછોડ અઘારા (ઉ.30) રહે.લક્ષ્મી ટાવર રોયલ પાર્ક, અમૃતલાલ ભગવાનજી વિરમગામા (ઉ.57) રહે.હરિકુંજ એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર, ચંદ્રેશ ભગવાનજી લોરીયા (ઉ.34) રહે.હનુમંત એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર, ભાવેશ ગોવિંદ પાંચોટિયા (ઉ.35) રહે.પાવન પાર્ક શેરી નંબર-1, જીતેન્દ્ર કાનજી થોરીયા (ઉ.32) રહે.મહેન્દ્રનગર, ભરત વિઠ્ઠલ સંઘાણી (ઉ.38) રહે.સિદ્ધિવિનાયક ટાઉનશિપ પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર, હસમુખ દેવજી દસાડિયા (ઉ.45) રહે.સિદ્ધિ વિનાયક ટાઉનશીપ રિદ્ધિ પેલેસ મહેન્દ્રનગર, શૈલેષ લાલજી ગોઠી (ઉ.38) રહે. સિદ્ધિ વિનાયક સોસાયટી પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટ, વિશાલ ડાયાલાલ બાપોદરીયા (ઉ.26) રહે.તિરૂૂપતિ હાઇટ સોમનાથ પાર્ક, જયેશ પસાભાઈ ભટાસણા (ઉ.32) રહે.સિદ્ધિ વિનાયક સોસાયટી નિધિ એપાર્ટમેન્ટ, અભય બાલાશંકર દવે (ઉ.48) રહે.નવી પીપળી તા.મોરબી, વિરેન્દ્ર હરજીવન વરસડા (ઉ.45) રહે.ક્રાંતિજ્યોત પાર્ક મહેન્દ્રનગર અને ફેનીલ કિરીટ ભુત (ઉ.24) રહે.બિલવા ટ્રેડ શિવ કોર્પોરેશન ઓફિસ પાસે મૂળ રહે.ગોંડલ ચોકડી કલ્પવન સોસાયટી રાજકોટ વાળાઓ મળી આવેલ હતા.
જેથી તેઓની પાસેથી રોકડા રૂૂપિયા 4.08 લાખ કબજે કરીને તે તમામની ધરપકડ કરવામાં આવી હતી. જોકે રોકડ રકમ જ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. અને પકડાયેલ 15 પૈકી કોઇનો મોબાઇલ ફોન વાહન કે પછી અન્ય કોઈપણ કિંમતી વસ્તુ કબજે કેમ લેવામાં ન આવી તે તપાસનો વિષય છે.