મોરબીમાં જુગાર ક્લબ પર દરોડો: નવ શખ્સો 32.50 લાખની રોકડ સાથે ઝડપાયા
મોરબીના શનાળા રોડે આવેલ મોમ્સ હોટલ પાછળ અક્ષરધામ-2માં આવેલ શ્રીજી હાઇટસ ફ્લેટ નંબર 202માં જુગારની રેડ કરી હતી. ત્યારે ઘરધણી સહિત કુલ મળીને નવ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી કરીને પોલીસે 32.50 લાખની રોકડ કબ્જે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.
મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રવીણસિંહ ઝાલાને મળેલ ખાનગી હકિકત આધારે મોરબી શનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલ પાછળ અક્ષરધામ- 2માં આવેલ શ્રીજી હાઇટસ ફ્લેટ નંબર 202 માં રહેતા ગીરીશભાઈ દુર્લભજીભાઇ ઉઘરેજાના ફ્લેટમાં જુગારની રેડ કરી હતી. ત્યારે ઘરમાં જુગાર રમતા 9 શખ્સો મળી આવ્યા હતા.
જેમાં ગીરીશભાઇ દુર્લભજીભાઈ ઉઘરેજા (32), મયુરભાઇ વિઠ્ઠલભાઈ મુછડીયા (32), મનીષભાઇ લાલજીભાઈ વડસોલા (40), તરુણભાઇ વલ્લભભાઇ કાવર (33), સંજયભાઈ પ્રભુભાઈ સનારીયા (37), કુલદીપભાઇ ઇશ્વરભાઇ કાસુન્દ્રા (28), ધર્મેન્દ્રભાઇ નાથાભાઇ રૈયાણી (42), ધર્મેન્દ્રભાઇ ચતુરભાઈ ઉઘરેજા (34) અને ભાવેશભાઈ કેશવજીભાઇ ભીમાણી (36) રહે. બધા મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસે 32.50 લાખની રોકડ કબજે કરેલ છે અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે. જૂગારમાં ઝડપાયેલાઓ વેપારીઓ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.