ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાણપુર ગામની સીમમાંથી જુગાર કલબ ઝડપાઇ: નવ આરોપી ઝડપાયા, 15 ફરાર

05:04 PM Jan 24, 2025 IST | Bhumika
Advertisement

બોટાદ જિલ્લાના રાણપુર ગામની સીમમાં પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામ નજીક સી.એન.જી. પંપ પાસે ખેતરમાં ચાલી રહેલા જુગારધામ ઉપર સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો. રાણપુર પોલીસને અંધારામાં રાખી સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવતા જુગારીઓમાં અફડાતફડી મચી ગઈ હતી. સ્ટેટ વિજિલન્સ ટીમે રાણપુર ગામની સીમમાં પાળિયાદ રોડ ઉપર રાજપરા ગામ નજીક આવેલ સી.એન.જી.પંપ પાસે સીમ વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડ્યો હતો.

Advertisement

આ દરોડા ની અંદર 9 જુગારીઓ ઝડપાયા હતા જેમાં રાહુલભાઈ મહેરામભાઈ ચૌહાણ-બોટાદ, વીરજીભાઈ જીવરાજભાઈ ચુડાસમા રહે. ઢાંકી તા. ધોલેરા. અમદાવાદ, ફિરોજભાઈ અલીભાઈ દીવાન રહે. ધંધુકા,કમલેશભાઈ મધુસુદન પટણી રહે.લખતર. સુરેન્દ્રનગર, જુસબભાઈ અહેમદભાઈ જીવાણી રહે.જાંબુ તા.લીંબડી સુરેન્દ્રનગર,રાજુભાઈ શંકરભાઈ પંડિત રહે.રાણપુર જી.બોટાદ,વિજયભાઈ નાથુભાઈ ચૌહાણ રહે.ગઢડા.બોટાદ,રાજુભાઈ ખોડીદાસ ડાભી રહે.ભાવનગર, દલસુખભાઈ દાદરભાઈ પંચાલ રહે.રાણપુર, બોટાદ આ આ તમામ નવ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે 15 જુગારીઓ ફરાર થઈ ગયા હતા. રોકડા રૂૂપિયા 2,12,760 રૂૂપિયા તેમજ 14 અલગ અલગ વાહનો જેની કિંમત 15,10,000, મોબાઇલ 10 જેની કિંમત 10,000 તેમજ અન્ય વસ્તુઓ જેની કિંમત 10,000 મળી કુલ 17,33,760 નો મુદ્દામાલ વિજિલન્સ ટીમે કબ્જે કરીને ગેમ્બલિંગ એક્ટ 12 અને ઇગજ એક્ટ 112(2)અંતર્ગત ફરીયાદ નોંધાઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાણપુર પંથકમાં જુગારધામ છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ સ્થળે ચાલી રહ્યો છે અને આ જુગારીઓ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર જુગાર રમી રહ્યા છે.છેલ્લા કેટલાક સમયથી રાણપુર પંથકમાં જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે બહારગામ થી જુગારીઓને બોલાવીને જુગાર રમાડી રહ્યા છે ત્યારે સ્ટેટ વિજિલન્સ ની ટીમ દ્વારા આ દરોડો પાડવામાં આવતા જુગારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Tags :
BotadBotad newscrimegambling clubgujaratgujarat newsRanpur village
Advertisement
Next Article
Advertisement