150 ફુટ રીંગ રોડ આંબેડકરનગરમાંથી જુગાર કલબ ઝડપાઇ : નામચીન હર્ષદ મહાજન સહિત 6 જુગારી પકડાયા
રાજકોટ શહેરમા ભીમ અગીયારસ બાદ પોલીસ દ્વારા પોતાનાં વિસ્તારોમા જુગારનાં દરોડા પાડી રહી છે. ત્યારે ગઇકાલે દોઢસો ફુટ રીંગ રોડ પર આંબેડકરનગર શેરી નં પ મા આવેલા જય માતાજી નામનાં મકાનમા જુગારનો દરોડો પાડી જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા. અને આ આરોપીઓ પાસેથી 1.23 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
વધુ વિગતો મુજબ માલવીયાનગર પોલીસ મથકનાં પીએસઆઇ એમ. જે. ધાંધલ, એએસઆઇ હિરેનભાઇ પરમાર, હેડ કોન્સ્ટેબલ અજયભાઇ વીકમા, ભાવેશભાઇ ગઢવી, મનીષભાઇ સોઢીયા, અને અમરદિપસિંહ જાડેજા સહીતનાં સ્ટાફે આંબેડકરનગર શેરી નં પ મા આવેલા મકાનમા દરોડો પાડી જુગાર રમતા નામચીન હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા, વાલજી ભલા ગોહેલ, જીલ્લા ગાર્ડન પાસે નવી ઘાંચીવાડ શેરી નં 4 મા રહેતા દિલાવર સલીમભાઇ મકરાણી, શિવ સાગર હોલની બાજુમા ગોપાલ પાર્ક શેરી નં પ મા રહેતા કમલેશ ઉર્ફે નાથુ ઇશ્ર્વરભાઇ નીમાવત, નવી ઘાંચીવાડ શેરી નં 6 મા રહેતા શોકત હુશેનભાઇ કરગથરા અને અલતાફ અબ્દુલભાઇ ગોગદાને ઝડપી લઇ રૂ. 1.23 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.