ઉપલેટાના યુવકને ફ્રોડમાં ફસાવી મરવા મજબૂર કરવાના કેસમાં ફરાર શખ્સ કચ્છ-ભુજથી ઝડપાયો
ત્રણ શખ્સોએ યુવકના નામે બેંક ખાતા ખોલાવી સાયબર ફ્રોડના કરોડો રૂપિયાનો વ્યવહાર કરી ધમકી આપતાં યુવાને આપઘાત કર્યો’તો
ઉપલેટાના યુવકને ફ્રોડમાં ફસાવી મરવા મજબૂર કરવાના કેસમાં ફરાર થયેલા શખ્સને ઉપલેટા પોલીસે કચ્છ-ભુજથી ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખ્સની પોલીસે પુછપરછ હાથ ધરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તા.24/11/2025 ના રોજ ફરીયાદીએ ઉપલેટા પો.સ્ટે. ખાતે ફરીયાદ આપેલ કે આ કામના આરોપી નં (1) ભાવીનભાઇ ગોવિંદભાઇ ડઢાણીયા રહે.મોટી વાવડી તથા આરોપી નં.(2) ચીરાગ નરેશભાઇ ચંદ્રવાડીયા રહે.ઉપલેટા તથા આરોપી નં.(3) મેહુલભાઈ દલસુખભાઇ બારૈયા રહે ઉપલેટાવાળાઓએ પોતાનો સામાન્ય ઇરાદો બર લાલવા માટે મરણજનાર (ફરીયાદીના દિકરા) રાકેશભાઇ નાથાભાઇ વાસીયા જાતે આહીર ઉવ.34 ને દબાણ કરી તેના નામે H.D.F.C. બેન્કમાં ખાતુ ખોલાવી ખાતામાં મરણજનારની જાણ બહાર સાયબર ફ્રોડના કરોડો રૂૂપીયાની લેતીદેતી કરેલ હોય અને આ રૂૂપીયાની લેતીદેતીમાં પશ્ચીમ બંગાળ રાજ્યના પુરબા બર્ધમાન જીલ્લાના ભાતર પોલીસ સ્ટેશનથી નોટીશ આવતા આ અંગે મરણજનારે ત્રણેય આરોપીઓને વાત કરતા આરોપીઓએ મરણજનારને કહેલ કે તારા બેન્ક એકાઉન્ટનો અમારે ઉપયોગ કરવાનો છે તારાથી થાય તે કરી લેજે અને તારે જ જેલમા જવાનુ છે તેવી બીક બતાવી ત્રાસ આપી ફરીયાદીના દિકરાને મરવા મજબુર કરતા સુસાઈડ નોટ લખી મરણજનારે કુવામા પડી આપધાત કરતા ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.818/2025 ભારતીય ન્યાય સંહિતા 2023 ની ક.108, 3(5) મુજબ ગુનો રજી થયેલ. અને આરોપી નં. (2) ચીરાગ નરેશભાઇ ચંદ્રવાડીયા રહે.ઉપલેટા તથા આરોપી નં.(3) મેહુલભાઇ દલસુખભાઇ બારૈયા રહે.ઉપલેટા વાળાને ઉપરોક્ત ગુનાના કામે ગણતરીની કલાકમા પકડી પાડવામાં આવેલ અને આરોપી નં (1) ભાવીનભાઇ ગોવિંદભાઇ ડઢાણીયા રહે.મોટી વાવડી તા.ધોરાજીવાળો ઉપરોક્ત ગુનાના કામે નારતો ફરતો હતો.જેથી રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર સાહેબ તથા ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજએ ઉપરોક્ત ગુનાના કામના નાસતા ફરતા આરોપીને તાત્કાલીક પકડી પાડવા માટે સુચના આપેલ હોય જે અંગે અમો પોલીસ ઇન્સ્પેક્ટર બી.આર.પટેલ ના માર્ગદર્શન હેઠળ ટેકનીકલ એનાલીસીસ કરતા પો.કોન્સ. મનદીપસિંહ જાડેજા ને મળેલ હકીકત આધારે ઉપરોક્ત ગુનાના કામે નાસતા ફરતા આરોપી ભાવીનભાઈ ગોવિંદભાઈ ડઢાણીયા રહે. મોટી વાવડી તા.ધોરાજીવાળાને પશ્ચીમ કચ્છ ભુજ ખાતેથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી મહે. ઉપલેટા કોર્ટમા રજુ કરતા મજકુર આરોપીના તા.12/12/2025 સુધી દીન 05 ના રીમાન્ડ મંજુર કરેલ છે.